તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લા દિવસે કુલ 86 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મ ચકાસણી શરૂ થશે જ્યારે મંગળવાર સુધીમાં ઉમેદવારો ફોર્મ ખેંચી શકશે.પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો માટે છેલ્લા દિવસે કુલ 86 ફોર્મ ભરાયા છે. આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર પોરબંદર પાલિકાના 13 વોર્ડની 52 બેઠક, પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠક, રાણાવાવ કુતિયાણા તાલુકા પંચાયતની 16-16 બેઠક અને જિલ્લા પંચાયતની 18 બેઠકો પર તા. 8 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રક ભરવાના શરૂ થયા હતા. ફોર્મ ભરવાની છેલ્લી તા. 13 હતી. જ્યારે છેલ્લી તારીખે કુલ 86 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે. જ્યારે અત્યાર સુધીની તમામ બેઠકો પર કુલ 340 ફોર્મ ભરાયા છે.
ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રી ઉમેદવારોને ધમકી મળતી હોવા અંગે ચૂંટણી આયોગને રજુઆત
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજુઆત કરી છે કે, પોરબંદરમાં ભાજપના કાર્યકર દ્વારા કોંગ્રી ઉમેદવારોને ચૂંટણીમાંથી હટી જવા ધમકીઓ આપવામાં આવી રહી છે, રાત્રે ભાજપના કાર્યકરે વોર્ડનં.9 ના કોંગ્રી ઉમેદવારને રૂબરૂ મળી, હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા કહયું હતું કે મારી ઉપર 14 ગુના નોંધાયેલા છે અને વધુ ગુના નોંધાય તો પણ મને કોઈ ફરક પડતો નથી. તું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લેજે. આ ઉપરાંત ભાજપના અન્ય કાર્યકરો દ્વારા પણ વોર્ડ નં. 2,3,5 અને 9 નંબર સહિતના વોર્ડના ઉમેદવારોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.આથી તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.
પક્ષ પલ્ટો કરતા કાર્યકરો : રાત્રે કોંગ્રેસમાં સવારે ભાજપમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે પોરબંદર છાયા પાલિકા વોર્ડ નં.11 ના ઇન્ચાર્જ શૈલેષ ગોહેલ પચાસથી વધુ કાર્યકર સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને આગેવાનોએ આવકારતી તસ્વીર શેર કરી હતી. બાદમાં આ આગેવાન સવારે ઉઠીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને તસ્વીર શેર કરી હતી.
છેલ્લે દિવસે કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા ?
તા. 13ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી જેમાં પોરબંદર પાલિકાની 52 બેઠકો પર 65 ફોર્મ ભરાયા છે. જિલ્લા પંચાયતની બેઠકો માં 7 ફોર્મ, કુતિયાણા તાલુકા પંચાયત બેઠકમાં 2 ફોર્મ, રાણાવાવ તા.પં. બેઠક પર 8 અને પોરબંદર તા.પં. બેઠક માં 4 ફોર્મ ભરાયા છે.
અત્યાર સુધીમાં કઈ બેઠક પર કુલ કેટલા ફોર્મ ભરાયા ?
પોરબંદર છાયા સયુંકત પાલિકાની 52 બેઠક પર 151 ઉમેદવારે કુલ 155 ફોર્મ ભર્યા છે. જિલ્લા પંચાયતની 18 બેઠકો પર કુલ 42 ફોર્મ ભરાયા છે. જ્યારે તા.પં. પોરબંદરની 22 બેઠકો પર કુલ 56 ફોર્મ, રાણાવાવ તા.પં. 16 બેઠક પર કુલ 45 અને કુતિયાણા તા.પં.ની 16 બેઠક પર કુલ 42 ફોર્મ ભરાયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.