બોર્ડનું પરિણામ જાહેર:ધો.12 સામાન્ય પ્રવાહનું 85.30 ટકા પરિણામ, A1 ગ્રેડમાં 11 છાત્રો

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની પરીક્ષામાં 3191 માંથી 3149 છાત્રોએ પરીક્ષા આપી હતી, 42 ગેરહાજર રહ્યા હતા

જિલ્લાનું 12 સામાન્ય પ્રવાહનું 85.30 ટકા પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમા 11 છાત્રોનો સમાવેશ થયો છે. આ વખતે ધો. 12 સામાન્ય પ્રવાહ પરીક્ષામાં 3191 માંથી 3149 છાત્રોએ પરીક્ષા આપી હતી, 42 ગેરહાજર રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ 2022મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પોરબંદર જિલ્લાનું 85.30 ટકા પરિણામ આવ્યું છે. પોરબંદર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 3191 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 42 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમ્યાન ગેરહાજર રહ્યા હતા અને 3149 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાનું પોરબંદર જિલ્લાનું 85.30 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, આ વખતે પણ કોરોનાને પગલે વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ તથા સ્કૂલો ખુલતા પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું હતું. પોરબંદર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.30 ટકા પરિણામમા A1 ગ્રેડમા 11 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. જિલ્લાનું આ પરિણામ એકંદરે સારું પરિણામ આવ્યું હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

કેટલા છાત્ર નિડ ફોર ઈમ્પ્રુવમેન્ટમા આવ્યા?
જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.30 ટકા પરિણામ આવ્યું છે જેમાં 505 છાત્રો નિડ ફોર ઈમ્પ્રુવમેન્ટમા આવ્યા છે.

ગત વર્ષે માસ પ્રમોશન મળ્યું હતું
કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે વખતે ધો. 12 સામાન્ય પ્રવાહના કુલ 3533 છાત્રો હોવાનું શિક્ષણ વિભાગ કચેરી દ્વારા જણાવ્યું હતું.

ક્યાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા?
ગ્રેડ વિદ્યાર્થીઓ

A1 11
A2 233
B1 522
B2 768
C1 727
C2 389
D 37

અન્ય સમાચારો પણ છે...