રસીકરણ:પોરબંદર જિલ્લામાં 85 % લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપ્યો, અનેક લોકો હજુ વેક્સિન લેતા અચકાય છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીન કામગીરી તા. 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ કામગીરી વેગવંતી બનાવાય છે. મોટાભાગના લોકો વેકશીન લેવા તૈયાર થયા છે અને સામે ચાલીને વેકશીન લેવા આવ્યા હતા. જિલ્લામાં મેગા વેકશીનેશન કામગીરી યોજાઈ હતી. જિલ્લામાં મતદાર યાદી મુજબ 4,62,000 નો ટાર્ગેટ હતો, હાલ 4,92,000 લોકોનો ટાર્ગેટ છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં વેકશીનનો પ્રથમ ડોઝ 4,16,703 લોકોએ લીધો છે. એટલે 85 ટકા પ્રથમ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે 2,35,095 લોકોએ વેકશીનનો બીજો ડોઝ લીધો છે. 56 ટકા બીજા ડોઝની કામગીરી થઈ છે. વધુમાં વધુ લોકો રસી લેવા આગળ આવે તેવી અપલ કરાઇ છે.

જિલ્લા કલેકટરે અપીલ કરી
પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ જિલ્લાવાસીઓ ને અપીલ કરી જણાવ્યું છે કે, કોરોના સંક્રમણ ઓછું થયું છે પરંતુ કોરોના હજુ સંપૂર્ણ પણે ગયો નથી. કોરોનાની રસી લેવાથી કોઈ નુકશાન નથી થતું, ડોક્ટરો થી માંડીને સરકારી સ્ટાફે પણ રસી લીધી છે. કોઈ આડઅસર થઈ નથી. જેથી જે લોકોએ રસી લીધી નથી તેવા લોકોએ કોઈ પણ ડર રાખ્યા વગર રસી લે તેવી અપીલ કરી છે. - અશોક શર્મા, જિલ્લા કલેકટર

અન્ય સમાચારો પણ છે...