તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 83 Resolutions In The General Board Of The Corporation, 8 Crore Works Approved, A Total Of 26 Amended Members Present In The Meeting Of The General Board Of Porbandar Corporation, 8 Absent.

વિપક્ષ નારાજ:પાલિકાનાં જનરલ બોર્ડમાં 83 ઠરાવ, 8 કરોડના કામો મંજૂર, પોરબંદર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કુલ 26 સુધરાઇ સભ્યો હાજર, 8 ગેરહાજર

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડંકી રીપેરીંગ અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 25 લાખ મંજૂર કરાયા

પોરબંદર નગરપાલિકા ખાતે આજે જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 3 મિનિટમાં 83 ઠરાવોના 8 કરોડથી વધુ રૂપિયાના વહીવટી પ્રક્રિયાના કામોને મંજૂરી ની મહોર મારી હતી.
પોરબંદર પાલિકા દ્વારા આજે બપોરે 12 : 29 કલાકે પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ અશોકભાઈ ભદ્રેચાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અને બેઠકનું સંચાલન ડો. ચેતનાબેન તિવારીએ કર્યું હતું, બેઠકમાં કુલ 26 સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા અને 12 સભ્યોએ રજા રિપોર્ટ મુક્યો હતો, તેમજ 8 સભ્યો ગેરહાજર રહ્યા હતા. પ્રથમ રાષ્ટ્રગીત ગાયા બાદ બેઠકની શરૂઆત થઈ હતી, અને માત્ર 3 મિનિટમાં 83 ઠરાવોને મંજૂરી આપી હતી, જેમાં 8 કરોડ રૂપિયાથી વધુના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જેમાં સ્મશાન ભૂમિમાં માલ સામાન માટે રૂ. 20 લાખ, કોર્ટ કેસ માં વકીલ રોકવાની ફી ના રૂ. 15 લાખ, વેરા વસુલાત કામગીરી માટે, સ્ટેશનરી માટે રૂ. 17 લાખ, પાલિકા સંચાલિત સ્કૂલ બસ ની રીપેરીંગ,માલ સામાન, વીમા, પાસિંગ માટે રૂ. 10.50 લાખ,  રખડતા ઢોર ને પકડવા કોન્ટ્રાકટ આપવા અને જાહેરાતના રૂ. 1 લાખ, સફાઈમાં સાધનો, ફીનાઇલ એસિડ ખરીદવા  માટે રૂ. 5 લાખ, મરેલા ઢોર ઉપાડવા ની કામગીરી માટે રૂ. 7 લાખ, ફાયર બ્રિગેડ ના વાહનોમાં ટાયર , ટ્યુબ, વીમા સહિતના ખર્ચ માટે રૂ. 20 લાખ, પ્રમુખ, ચીફ ઓફિસર ની ગાડી માટે સામાન અને ટેક્સ માટે રૂ. 10 લાખ, પ્રમુખ અને ચીફ ઓફિસરની ગાડી રીપેર માં હોય ત્યારે ભાડેથી લેવા માટે બિલો ચૂકવવા રૂ. 15 લાખ, ટ્રાફિક સિગ્નલો મેન્ટેઇન કરવા રૂ. 6 લાખ, નીચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી  પાણી ના નિકાલ માટે પમ્પ, રીપેરીંગ  કામગીરી માટે રૂ. 10 લાખ, ડંકી રીપેરીંગ માટે રૂ. 15 લાખ સહિત વિવિધ કામો ને મંજૂરી નો નિર્ણય થયો હતો.
લોકમેળા માટે 60 લાખનો ઠરાવ દર્શાવતા વિપક્ષ નારાજ
પોરબંદર નગર પાલિકાના વિપક્ષ નેતા જીતુ આગઠ હાજર રહ્યા ન હતા પરંતુ તેઓએ પત્ર દ્વારા એવું જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારી વચ્ચે તમામ મેળાવડા બંધ છે, ત્યારે પાલિકાએ ઠરાવમાં જન્માષ્ટમી ના મેળામાં આયોજન અંગે રૂ. 60 લાખના ખર્ચ ની મંજૂરી મળવા માંગણી કરી છે, જે યોગ્ય નથી.
50 લાખના કામો:  મતદાર યાદીઓ અદ્યતન નિભાવવા સામાન્ય ચૂંટણી યોજાશે તો તેનો ખર્ચ રૂ. 50 લાખ, બગીચા ને રીપેરીંગ માટે રૂ. 50 લાખ, જુદા જુદા વાહનોના ડીઝલ ખરીદી માટે રૂ. 90 લાખ, વાહનોને વિવિધ પ્રકારે  મેન્ટેઇન કરવા રૂ. 80 લાખ, રાણાવાવ ફિલ્ટર પ્લાન્ટ માટે રૂ. 50 લાખ, બોખીરા ખાપટ પાઇપ લાઈન રીપેરીંગ ખરીદી ટાંકીઓ સહિત રૂ. 50 લાખ ના ખર્ચને મંજૂરી મળી.
મહામારી વચ્ચે મેળા અંગેનો નિર્ણય લેવામાં આવેલ નથી
પાલિકાની જનરલ બેઠકમાં 5 નંબરના ઠરાવ માં સુપરવાઈઝર એ રાબેતા મુજબનો ઠરાવ આપેલ છે, એ ધ્યાને લેશું, અને વિચારશું, મહામારી વચ્ચે મેળા અંગે નિર્ણય લેવામાં આવેલ નથી.-ડો. ચેતનાબેન તિવારી, જનરલ બોર્ડનું સંચાલન કરનાર કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...