ભારે બહુમતિ સાથે જીતનો વિશ્વાસ:83-કુતિયાણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું

પોરબંદરએક મહિનો પહેલા

પોરબંદર સહિત રાજયની 89 બેઠકો પર આગામી 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનુ મતદાન થવા જઈ રહ્યુ છે. ત્યારે ચૂંટણી લડવા માંગતા રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાંત અધિકારી કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું
પોરબંદર જિલ્લાની 83-કુતિયાણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ આજે કુતિયાણા પ્રાંત અધિકારી કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પૂર્વે કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરા સહિત પોરબંદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગાંધી જન્મભૂમી કીર્તિમંદિર ખાતે જઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલી ચિત્રને પૂષ્પાજંલી અર્પણ કરી હતી.

ભારે બહુમતિ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ પોતાના પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યા તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ જણાવ્યું હતુ કે, કુતિયાણા બેઠક પર તેઓ ભારે બહુમતી સાથે જીતી આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે કામગીરી કરશે અને ભારે બહુમતિ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...