તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પોરબંદર જિલ્લામાં સોલાર રૂફ ટોપ યોજનામાં 803 અરજી મળી

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોલાર પેનલો લાગશે ત્યારે 2.829 મેગાવોટ પાવર જનરેટ થશે

પોરબંદર જિલ્લામાં સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત 803 અરજીઓ આવી છે જ્યારે સ્મોલ સ્કેલ સોલાર યોજના હેઠળ જિલ્લામાં કુલ 97 અરજીઓ આવી છે. સોલાર રુફ ટોપ યોજના 2020- 21 માટે બહાર પાડવામાં આવી છે. ધર વપરાસ માટે વીજ પુરવઠો ઉદપન્ન કરવા માટે લોકો પોતાની જરૂરિયાત મુજબ વીજ ઉદપન્ન કરી શકશે અને વધારા નો પાવર બચશે જે પીજીવીસીએલ ને 2.25 રૂપિયામા વેચી શકશે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે 803 અરજીઓ આવી છે. આ સોલાર પેનલો લાગશે ત્યારે 2.829 મેગાવોટ પાવર જનરેટ થશે તેવું પીજીવીસીએલના જુનિયર એન્જી. દિવ્યેશ પાઉંએ જણાવ્યું છે.

આ ઉપરાંત સ્મોલ સ્કેલ સોલાર ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ ડિસેમ્બર 2020 માં આવી છે. જેમાં જે ખેડૂતોની જમીન બિનઉપજાવ હોય અને આ જમીન 66 કેવી સબ સ્ટેશનની નજીક હોય તેવી બીનઉપજાવ જમીનમાં ખેડૂતો સોલાર પ્લાન્ટ સ્થાપી શકે છે. જેના માટે 500 કિલો વોટથી લઈને 4000 કિલો વોટ સુધી નો પ્લાન્ટ સ્થાપી શકે છે. પીજીવીસીએલ 2 રૂપિયા અને 83 પૈસામા એક યુનિટ ની ખરીદી કરશે. પીજીવીસીએલ નાયબ ઈજનેર નાગાજણ પરમારે જણાવ્યું હતું કે આ યોજના માટે 97 અરજીઓ જિલ્લામાંથી આવી છે. અને તમામ અરજીઓના એસ્ટીમેન્ટ ઇસ્યુ કરી દીધા છે. આ તમામ સોલાર પેનલો લાગશે ત્યારે 70.2 મેગાવોટ પાવર જનરેટ થશે. હજુપણ અરજીઓ આવવાની ચાલુ છે.

ગત વર્ષે 1299 અરજી આવી
ગત વર્ષે પોરબંદર જિલ્લામાં સોલાર રુફ ટોપ યોજના અંતર્ગત 1299 અરજીઓ આવી હતી. અને તમામ અરજદારો કુલ 4.5 મેગાવોટ પાવર જાતે જનરેટ કરી રહ્યા છે.

રૂફ ટોપ યોજના હેઠળ 122 સ્થળ પર સોલાર લગાવાયા
આ ચાલુ વર્ષે સોલાર રૂફ ટોપ યોજના હેઠળ 803 અરજીઓ આવી છે. જેમાંથી 122 સ્થળોએ સોલાર પેનલ લગાવી દેવામાં આવ્યા છે અને .416 મેગાવોટ વીજ ઉદપન્ન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો