તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોલમાર્ક વગરના દાગીનાના વેચાણ પર પ્રતિબંધ:80 ટકા સોની વેપારીઓ પાસે હોલમાર્કનું સર્ટી નથી, હવે 22, 18 અને 14 કેરેટના દાગીના હોલમાર્ક કરાયા વગર નહીં વેચી શકાય

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 300થી વધુ સોનીની દુકાન સામે માત્ર 20 ટકા જ વેપારી પાસે હોલમાર્કનું સર્ટી છે
  • ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી વાળા દાગીના મળશે

હોલમાર્ક વગરના દાગીનાના વેચાણ પર પ્રતિબંધની અમલવારી શરૂ થઈ છે ત્યારે પોરબંદરમાં 300થી વધુ સોનીની દુકાન આવેલ છે જેમાં માત્ર 20 ટકા જ વેપારી પાસે હોલમાર્કનું સર્ટી છે, ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી વાળા દાગીના મળશે. હવે 22, 18 અને 14 કેરેટના દાગીના હોલમાર્ક કરાયા વગર નહિ વેચી શકાય. હોલમાર્ક વગરના સોનાના દાગીનાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી એક બાદ એક મુદ્દત પછી શુદ્ધતાની ખાતરી વાળો કાયદો અમલી બન્યો છે.

સોના તથા દાગીનામાં ગોલમાલ રોકવા તથા ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે કેન્દ્ર સરકારે હોલમાર્ક ફરજીયાત બનાવતો કાયદો ઘડયો હતો. એકથી વધુ વખત અમલમાં મુદત આપવામાં આવ્યા બાદ લાગુ પાડવામાં આવ્યો છે. અગાઉ 1 જુનથી તે લાગુ થવાનો હતો. તે પછી વધારીને 15 જુન કરવામાં આવી હતી. કોરાના કાળને ધ્યાને રાખીને ઝવેરીઓએ મુદત વધારો માંગ્યો હતો. સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત થવાના પગલે હવે 22 કેરેટ, 18 કેરેટ તથા 14 કેરેટનાં દાગીનાં હોલમાર્ક કરાયા વિના નહિં વેચી શકાય.

પોરબંદરમાં 300થી વધુ સોનાના દાગીનાના શોરૂમ અને દુકાનો આવેલ છે. ત્યારે માત્ર 20 ટકા ઝવેરીઓ હોલમાર્કનું લાયસન્સ ધરાવે છે. બાકીનાં 80 ટકા જવેલર્સોએ કાયદાનાં અમલમાં રસ લીધો નથી. અત્યારના તબકકે પોરબંદરમાં વેચાતી જવેલરીમાં માત્ર 20 ટકા જ હોલમાર્કવાળી છે.

શહેરની સોની બજારમાં જ હોલમાર્ક લેબની સુવિધા છે
પોરબંદર શહેરમાં સોની બજારમાં જ હોલમાર્ક લેબની સુવિધા છે. જેમાં સરકાર દ્વારા ભાવ નક્કી કરાયા છે. એક સોનાના દાગીના પર રૂ. 35 અને જીએસટી અલગ લાગે છે. સોનાની વસ્તુ પહેલા મશીન પર ટેસ્ટ થાય અને બાદ લેબમાં ટેસ્ટ થયા પછી હોલમાર્ક લાગે છે.

હોલમાર્કના 5 સિક્કા દાગીનામાં હોય છે
સરકારે નક્કી કર્યું તે મુજબ 5 સિમ્બોલ દાગીનામાં હોવા જોઈએ જેમાં દાગીનામાં BIS માર્ક, 916, લેબ સિક્કો, પેઢીનો સિક્કો તેમજ 22 કેરેટનો સિક્કો હોવો જોઈએ. દાગીનામાં આ સિક્કા હોય તો જ 22 કેરેટ કનફર્મ ગણાય.

હોલમાર્ક વાળા દાગીનાથી ગ્રાહકોને શુ ફાયદો થાય?
હોલમાર્ક વાળા દાગીના ગ્રાહક વેચવા જાય તો માર્કેટ ભાવથી 10 ગ્રામે રૂ. 1500 બાદ કરી ભાવ આપવામાં આવે છે જ્યારે 22 -20 કેરેટનું એટલેકે હોલમાર્ક વગરના દાગીના વેચવા જાય તો ગ્રાહકને 10 ગ્રામએ 1 ગ્રામ ઘટ અને 20 કેરેટની જ કિંમત મળે.

ઘરે રાખેલા સોના પર કોઈ અસર નહીં
હોલમાર્ક વાળા દાગીનાનો કાયદો અમલી બન્યો છે ત્યારે ઘરમાં જૂના સોનાના દાગીનામાં કોઈ ફરક પડશે નહિ. જુના સોનાના દાગીના જવેલર્સને ત્યાં વેચી શકાશે પરંતુ જવેલર્સ હવે સોનાના દાગીના હોલમાર્ક વગરના વેચી શકશે નહીં.

વેપારી અને એસો. પ્રમુખે કાયદાને આવકાર્યો
પોરબંદરના સોની એસો. પ્રમુખ જયંત નગીનદાસ નાંઢા અને જયભાઈ રાણીન્ગા સહિતના ઝવેરીએ આ હોલમાર્ક ફરજીયાતના કાયદાને આવકાર્યો છે. ગ્રાહકોને હોલમાર્ક વાળા શુદ્ધ દાગીના મળશે.

ઝવેરીઓ હવે શું કરશે?
22, 18 અને 14 કેરેટના દાગીના હોલમાર્ક કર્યા વગર વેચી શકશે નહીં જેથી પોરબંદરમાં આવેલ 300થી વધુ દાગીનાની દુકાનોમાં હાલ તો 20 ટકા ઝવેરીઓ પાસેજ હોલમાર્ક લાયસન્સ છે જેથી 80 ટકા ઝવેરીઓ હોલમાર્ક લાયસન્સ લેવું પડશે અને હોલમાર્ક સિવાયના દાગીનાઓ છે તેને પ્રોસેસ કરાવી હોલમાર્ક વાળા દાગીના કરાવવા પડશે.

દંડની જોગવાઈ શું છે?
નવા નિયમ મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં વેંચતા કોઈ જવેલર પકડાઈ તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષ માટે જેલની સજા થઈ શકે તેમજ જો કોઈ જવેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે છેતરપીંડી કરે તો BISના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડે.

અન્ય સમાચારો પણ છે...