તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભ:પોરબંદર STની સરેરાશ આવકમાં 8 લાખનો વધારો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા કેટલીક છૂટછાટ અપાતા અન્ય જિલ્લામાં જવા મુસાફરોએ પોરબંદર એસટીની સેવા માણી
  • તહેવારને ધ્યાને લઇને 22 બસ એક્સ્ટ્રા ફાળવી હતી : મુસાફરોની સંખ્યા વધતા એવરેજ આવક કરતા 1થી દોઢ લાખની આવક વધી

તહેવાર દરમ્યાન પોરબંદર એસટી ને સરેરાશ આવકમાં રૂ. 8 લાખનો વધારો થયો છે. કોરોના સંક્રમણ ઓછું થતા અને સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આવતા પોરબંદર એસટી બસ પાટે ચડી છે. આ વખતે જન્માષ્ટમીનો લોકમેળો રદ થયો હતો પરંતુ અન્ય જિલ્લા ખાતે દર્શન કરવા મુસાફરો ઉમટી પડ્યા હતા જેનો લાભ પોરબંદર એસટીને મળ્યો છે. જન્માષ્ટમીના તહેવાર નિમિતે પોરબંદર એસટી વિભાગ દ્વારા પોરબંદર દ્વારકા અને પોરબંદર સોમનાથ સુધીની રૂટ પર 22 બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું.

તા. 27 થી તા. 31 ઓગસ્ટ એમ પાંચ દિવસમાં મુકવામાં આવેલ એક્સ્ટ્રા બસોમાં રૂ. 2 લાખ જેટલી વધુ આવક એસટી ડેપોને થઈ છે જ્યારે અન્ય રેગ્યુલર બસોનું સંચાલન દરમ્યાન તહેવાર નિમિતે મુસાફરોની સંખ્યા વધતા એવરેજ આવક કરતા રૂ. 1 થી 1.50 લાખની આવક વધી હતી. આમ એક્સ્ટ્રા બસ અને રેગ્યુલર બસ સુવિધાથી પોરબંદર એસટીને તહેવારના 5 દિવસમાં એવરેજ આવક ઉપરાંત કુલ રૂ. 8 લાખની આવક વધવા પામી હોવાનું એસટી કર્મીએ જણાવ્યું હતું.

જન્માષ્ટમી 2021 ની આવક જન્માષ્ટમી 2019 જેટલી જ થઇ
પોરબંદરમાં દર જન્માષ્ટમીએ પોરબંદરમાં લોકમેળો યોજાય છે અને આસપાસના ગામડાઓમાંથી દરરોજ અનેક મુસાફરો એસ.ટી. મારફત લોકમેળો કરવા આવે છે. જેને લીધે એસ.ટી.ને આ દિવસોમાં વધુ આવક થાય છે.

પરંતુ છેલ્લે વર્ષ 2019 માં પોરબંદરમાં લોકમેળો યોજાયો હતો ત્યાર પછી વર્ષ 2020 ની જન્માષ્ટમીમાં લોકમેળો યોજાયો ન હતો અને લોકડાઉનનો સમયગાળો હોય તે વખતે જન્માષ્ટમી દરમ્યાન એસ.ટી.ની આવક તળીયે પહોંચી ગઇ હતી. જેની સામે આ વર્ષે પોરબંદરમાં લોકમેળો યોજાયો ન હોવા છતાં કોરોનાનો કહેર ઓછો થઇ ગયેલો હોવાને લીધે એસ.ટી.ન. આવક 2019 ની જન્માષ્ટમી જેટલી જ થઇ ગઇ છે.

જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન, પહેલા અને પછી થયેલી આવક
તારીખઆવક
27-8-21547000
28-8-21594000
29-8-21593000
30-8-21580000
તારીખઆવક
31-8-21694000
1-9-21700000
2-9-21609000
3-9-21553000
અન્ય સમાચારો પણ છે...