ધરપકડ:જિલ્લામાં 2 જગ્યા પરથી 8 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર પોલીસે રૂ. 23920 ના મુદ્દામાલ સાથે 1 શખ્સની અટકાયત કરી
  • રહેણાંક મકાન તેમજ સ્કુટરમાંથી દારૂ મળી આવ્યો

પોરબંદરમાં પોલીસે ગઇકાલે 2 જગ્યાએથી વિલાયતી દારૂની 8 બોટલ ઝડપી લીધી હતી. આ બંને કેસમાં પોલીસે રૂ. 23920 ના મુદામાલ સાથે 1 શખ્સોની અટકાયત કરી છે અને 1 ની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે ગઇકાલે બપોરના સમયે જુરીબાગ સોરઠિયા રાજપુત સમાજ પાસે રહેતા ભીમા પરબતભાઇ સીંધલના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા વિલાયતી દારૂની 6 બોટલ કિંમત રૂ. 2250 નો મુદામાલ કબજે કર્યો હતો તથા સ્થળ પર ભીમા સીંધલ હાજર મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે કે માધવપુર મુકામે કાચબા ઉછેર કેન્દ્ર પાસેથી ગઇકાલે રાત્રીના સમયે ભાવેશ બચુભાઇ દાસા તથા એજાઝ બોદુભાઇ જોખીયા નામના બે શખ્સોને શંકાના આધારે તેમના સ્કૂટરની તલાશી લેતા તેમાંથી વિલાયતી દારૂની 2 બોટલ કિંમત રૂ. 1670 તથા સ્કૂટર કિંમત રૂ. 20000 મળી કુલ રૂ. 21670 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...