તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાચબા ઉછેર કેન્દ્ર:માધવપુરના કાચબા ઉછેર કેન્દ્રમાંથી 783 બચ્ચા દરિયામાં મુક્ત કરાયા

પોરબંદર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષ કરતા આ વર્ષે 18 માળા ઓછા કલેક્ટ થયા, માધવપુરનો રેતાળ દરિયા કિનારો માદા કાચબાને ઈંડા મુકવા અનુકૂળ

માધવપુરના કાચબા ઉછેર કેન્દ્ર ખાતેથી 786 કાચવાના બચ્ચા રિલીઝ કરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 18 માળા ઓછા કલેક્ટ થયા છે. પોરબંદરના માધવપુર ગામે વનવિભાગ હસ્તકનું કાચબા ઉછેર કેન્દ્ર છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે. માધવપુરનો દરિયા કિનારો રેતાળ અને ઉંચો હોવાથી માદા કાચબા ઓગસ્ટથી ફેબ્રુઆરી દરમ્યાન રાત્રીના સમયે રેતાળ કિનારે 2 થી 3 ફૂટના ખાડામાં ઈંડાઓ મૂકે છે. એક માળામાં અંદાજે 50 થી 100 જેટલા ઈંડા માદા કાચબા મૂકીને દરિયામાં જતા રહે છે.

આ માળામાં ઇંડાને કોઈ જનાવર નુકશાન ન પહોંચાડે તે માટે કાચબા ઉછેર કેન્દ્ર ખાતે ઇંડાનું જતન કરવામાં આવી રહ્યું છે. ગ્રીન સી ટર્ટલ નામની પ્રજાતિના કાચબા વધુ જોવા મળે છે. વનવિભાગ દ્વારા આ સીઝનમાં ઇંડાઓના માળાને શોધવા 4 જેટલો સ્ટાફ રાખેલ છે જે માદા કાચબાના નિશાનને શોધી માળા શોધી ઇંડાને સલામત રીતે કેન્દ્ર ખાતે લાવી, દરિયાની રેતી લાવી જમીનમાં બે કે ત્રણ ફૂટનો ખાડો કરી ઇંડાને માદા કાચબાએ જે રીતે માળો કર્યો હોય તે રીતે જ માળો કરી ઈંડા રાખવામાં આવે છે.

50 થી 60 દિવસમાં ઈંડા માંથી બચ્ચા બહાર આવે છે. જે બચ્ચાઓને દરિયામાં મુક્ત કરી દેવામાં આવે છે. આ વખતે 27 માળા કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક માળા માંથી બચ્ચા બહાર આવતા 783 બચ્ચાને દરિયામાં મુક્ત કરી દીધા છે. જો કે આ વખતે વરસાદની સીઝન લાંબી ચાલી હતી જેથી માદા કાચબાના નિશાન ભુંસાઈ જતા માળા કલેક્ટ ન થઈ શકતા આ વખતે માત્ર 27 માળા કલેક્ટ થયા હતા.

ગત વર્ષે કેટલા બચ્ચા દરિયામાં મુક્ત કરાયા હતા?
ગત વર્ષે માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ખાતેથી 45 માળા કલેક્ટ થયા હતા અને 1478 કાચબાના બચ્ચાને દરિયામાં મુક્ત કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર ખાતે પ્રવાસીઓને માહિતી આપવામાં આવે છે
માધવપુરના ચોપાટી બીચ પાસે આવેલ કાચબા ઉછેર કેન્દ્ર ખાતે અનેક પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે દરિયાઇ કાચબા અંગે પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે પ્રદર્શન તેમજ વધુ માહિતી આપવા માટે 2 સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો