તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પોરબંદર એસટી ડેપોના 70 ટકા રૂટ બંધ, હાલ 18 બસથી 36 ટ્રીપનું સંચાલન થાય છે, આવકમાં 85 ટકાનો ઘટાડો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કોરોનાને પગલે મુસાફરોની સંખ્યા ઘટી છે. પોરબંદર એસટી દ્વારા 70 ટકા બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. હાલ 18 બસથી 36 ટ્રીપનું સંચાલન થાય છે, 85 ટકા આવકમાં ઘટાડો નોંધાયો છે. પોરબંદર સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાયું છે જેથી સાવચેતીના ભાગ રૂપે સરકારે 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોના દર્દીની સંખ્યા વધી છે ત્યારે મોટાભાગના લોકો બહારગામ જવાનું ટાળી રહ્યા છે.

મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા 70 ટકા રૂટ બંધ કર્યા છે. હાલ 18 બસથી 36 ટ્રીપનું સંચાલન થાય છે. અગાવ 65 સિડ્યુલ હતા અને 248 ટ્રીપ થતી હતી તેમજ દરરોજ રૂ. 4 લાખ જેટલી આવક એસટીને થતી હતી. હાલ કોરોનાને પગલે 18 બસ ચાલુ છે જેમાંથી અપડાઉન કરતી 13 બસ અને 5 એક્સપ્રેસ બસ ચાલુ છે.

જેમાં ગાંધીનગર, કવાટ, દિવ, મહુવા અને ગાંડરડી એક્સપ્રેસ બસ ચાલુ છે જ્યારે અપડાઉન કરતી 13 બસ જૂનાગઢ, રાજકોટ, જામનગર, વેરાવળ, દેવભૂમિ દ્વારકા સુધી ચાલુ છે. 18 બસથી સંચાલન થઈ રહ્યું હોય અને મુસાફર ન હોવાથી પોરબંદર એસટી વિભાગને રોજ 60 થી 65 હજાર રૂપિયા ની આવક થાય છે, આમ અગાવ કરતા હાલ 85 ટકા આવકમાં ઘટાડો નોંધાયો છે.

ગામડામાં લોકલ નાઈટ આઉટ 20 બસ બંધ કરી
કોરોનાને પગલે ગામડામાં જતી અને ત્યાં નાઈટ આઉટ કરતી 20 લોકલ બસ બંધ કરવામાં આવી છે.
12 એક્સપ્રેસ બસ બંધ કરવામાં આવી
કોરોનાને પગલે પોરબંદર એસટી વિભાગ દ્વારા 12 જેટલી એક્સપ્રેસ બસ બંધ કરી છે જેમાં વડોદરા, ભાવનગર, ભુજ, ગાંગરડી, ઉના, બગદાણા, મોરબી, અમદાવાદ, ગાંધીનગર રૂટનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...