સ્વચ્છતા અભિયાન:સફાઇ અભિયાન કરી 70 કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરાયો

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના વનાળા ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર દ્રારા આયોજીત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ઉધોગ કેન્દ્ર પોરબંદર તથા વનાળા ઔદ્યોગિક એસોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે વનાણા ઐાદ્યોગિક ક્ષેત્રમા સ્વચ્છતા અને સાફ-સફાઈની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમા અંદાજે 70 કીલો જેટલા પ્લાસ્ટિકનો કચરો એકઠો કરાયો હતો.

સ્વચ્છતા અભિયાનમાં ઉદ્યોગોનાકર્મચારીઓ,એસોસીએશન, જિલ્લા ઉધોગ કેન્દ્રના ચિરાગ નિમાવત સહિત 30 જેટલા લોકો જોડાયા હતા. આ અભિયાન અંતર્ગત કારખાના નજીક અને આસપાસના ક્ષેત્રમાં સફાઈ કરી સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ, સ્વચ્છ ઐાધોગિક વિસ્તાર અને સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...