ગુજરાત રાજ્યમાં નિરામય ગુજરાત યોજના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 30 વર્ષથી ઉપરના નાગરિકોનું હેલ્થ સ્કેનિંગ કરી નાગરિકોની બીમારીની વિગત એક કાર્ડની અંદર સમાવેશ કરી તેનો ડેટા એકત્ર કરવાની યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં 70% લોકો એટલે કે ₹2,19,313 નાગરિકોની હેલ્થ સ્ક્રીનિંગની પ્રાથમિક તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં એક વર્ષ પહેલા નિરામય ગુજરાત યોજના અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાગરિક કોઈપણ હોસ્પિટલમાં જાય ત્યારે તેના હેલ્થ કાર્ડ નંબરની ડોક્ટર તેની બીમારીની હિસ્ટ્રી સહેલાઈથી જાણી શકશે. ગુજરાત નિરામય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં વસ્તી પ્રમાણે 3,50,000 લોકો આશરે 30 વર્ષથી વધુ ઉંમરના છે.
જેમાંના 2,19,313 લોકોના આરોગ્યની તપાસણી કરી તેઓના હેલ્થ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ યોજનાનો હેતુ રાજ્યમાં ચેપી રોગ કરતા બિનચેપી રોગ જેવા કે લોહીનું ઓછું દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે.
આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 વર્ષથી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે કે રાજ્યના પીએચસી, સીએચસી હોસ્પિટલ ખાતે આરોગ્ય સ્ક્રિનિંગ તપાસનું આયોજન કર્યું હતું જેમાં આરોગ્ય લક્ષી વિગતો સાથેનું નાગરિકોને નિરામય કાર્ડ આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારની લોકોનો બિનચેપી રોગો માટે સ્ક્રિનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે બહારથી 15,000 જેટલો ખર્ચ બચશે. હેલ્થ કાર્ડ નીકળ્યા બાદ નાગરિકો જ્યારે પણ આરોગ્ય લક્ષી તપાસ કરાવશે અને હેલ્થ કાર્ડ માટે વસ્તુ ઉમેરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.