તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાણાખીરસરા ગામની વાડીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો
 • રોકડ રકમ, પાંચ બાઇક સહિત કુલ 2 લાખથી વધુનાે મુદ્દામાલ જપ્ત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામની એક વાડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી પાંચ મોટર સાઇકલો, રોકડ રકમ સહિત કુલ રૂ.૨,૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે ૭ શખ્સોને ઝડપી પાડ્યા હતા. રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામની એક વાડી ખાતે જુગારધામ ધમધમતુ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે પોરબંદર PI એન.એન.રબારીના સીધા માર્ગદર્શન હેઠળ LCB ના જવાનોએ ખીરસરાની કામઠડી સીમમા આવેલ વિઠ્ઠલભાઇ અરજણભાઇ મકવાણાની વાડીની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા ઉપર દરોડો પાડ્યો હતો,

અને બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રહેલા વિઠ્ઠલભાઇ અરજણભાઇ મકવાણા, દેવરાજ રાજાભાઇ કટારા, હેમંત ખીમા પીપરોતર, કેતન ભીખુભાઇ ગઢીયા, જયેશકુમાર મગનભાઇ કંટારીયા, વલ્લભ ગોકળભાઇ મોકરીયા તથા જગદીશ લખમણભાઇ સગારકા નામના ૭ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને તમામ સામે ગુના નોંધી સ્થળ પરથી મોટર સાઇકલ નંગ-૫, મોબાઇલ ફોન નંગ-૭, રોકડા રૂ.૬૭,૧૦૦/- સહિત કુલ રૂા.૨,૨૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો