કાર્યવાહી:1 માસમાં ગેરકાયદેસર ખનનના 7 કેસ, 12 કેસમાં 32.87 લાખની વસુલાત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળેજ, નાગકા, કુછડી, મિયાણી, ઓડદર ગામમાં ખાણ ખનીજ વિભાગના દરોડા
  • ગત ઓકટોબર માસમાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ ના કુલ 12 કેસમાં રૂ. 32,87,333ની વસુલાત કરવામાં આવીકાર્યવાહી
  • કુલ રૂ. 13.60 લાખના દંડ સાથે 6 શખ્સને નોટીસ ફટકારી, બિનવારસુ હાલતમાં મળી આવેલ મશીનો કબ્જે કર્યા

પોરબંદર જિલ્લામાં ગત ઓકટોબર માસમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન ના 7 કેસ કર્યા છે, જેમાં કુલ રૂ. 13.60 લાખના દંડ સાથે 6 શખ્સને નોટીશ ફટકારી છે અને બિનવારસુ હાલતમાં મળી આવેલ મશીનો કબ્જે કર્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર પથ્થરની ખાણો, રેતી ચોરી સહિતનું ખનન પ્રવૃત્તિ રોકવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી ઓકટોબર માસમાં કુલ 7 કેસ કરવામાં આવ્યા છે જેમાં બળેજ ગામેથી અજિત લખમણ પરમારની ગેરકાયદેસર ખાણ માંથી 296.946 મે. ટન પથ્થર મળી આવતા રૂ. 2,48,780ની નોટીશ ફટકારી છે.

રાણા મુરુ પરમાર દ્વારા બિલ્ડિંગ લાઇમ સ્ટોન ની ગેરકાયદેસર ખનન સબબ 109.5993 મે. ટનમાં કુલ રૂ. 1,05, 000ની નોટીશ ફટકારી છે જ્યારે મારુતિ અર્થ મુવર્સને રૂ. 2 લાખની નોટીશ ફટકારાઈ છે. આ ઉપરાંત નાગકા ગામે તંત્ર દ્વારા ડ્રોન સર્વેલન્સ દ્વારા ચેકીંગ કરી નાથા કારા મોરી દ્વારા ટ્રેકટરમાં 6.67 મે. ટન બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજના વાહન બદલ રૂ. 59,000ની નોટીશ ફટકારી છે.

સુદા કરશન મોરી દ્વારા 3 ચકરડી મશીન, 1 ટ્રેકટર અને 1 જનરેટર દ્વારા ખનિજનું 336.426 મે. ટન નું ગેરકાયદેસર ખનન બદલ રૂ. 2,93,000ની નોટીશ તેમજ રસિક ધીરા ગોઢાણીયા દ્વારા 3 ચકરડી, 1 ટ્રેકટર અને 1 જનરેટર દ્વારા ખનિજનું 654.24 મે. ટન ગેરકાયદેસર ખનન સબબ રૂ. 4,54,696 ની નોટીશ ફટકારી છે. કુછડી ગામે બીનવારસુ હાલતમાં 3 ચકરડી, 1 ટ્રેકટર, 1 જનરેટર દ્વારા ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ થતા આ મશીનરીઓ સીઝ કરી મિયાણી મરીન પોલીસ મથક ખાતે કબ્જો સોંપેલ છે.

આ ગામે બિનવારસુ હાલતમાં મળી આવેલ કુલ 3 ખાડામાં કુલ 8 ચકરડી, ટ્રેકટર દ્વારા બિલ્ડિંગ લાઇમ સ્ટોનનું ખોદકામ થયેલ મળી આવતા આ મશીનરીઓ સીઝ કરી કબ્જો પોલીસ મથકે સોંપેલ છે. આ ઉપરાંત ઓડદર ગામે 2 બિનવારસુ ખાડા મળી આવેલ જેમાં કુલ 16 ચકરડી મશીન, 3 પડદી કટિંગ મશીન દ્વારા ગેરકાયદેસર ખોદકામ થતા આ મશીનરી સીઝ કરી નવી બંદર પોલીસ મથકને કબ્જો સોંપેલ છે. આમ ગત માસે ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 7 કેસ કરી શખ્સોને રૂ. 13.60 લાખના દંડ સાથે નોટીશ ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...