પેટ્રોલીંગ વધારવા માંગ:જિલ્લામાં 24 કલાકમાં દેશી દારૂના 7 કેસ નોંધાયા, ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર નામની

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સ પીધેલી હાલતમાં ઝડપાયા : રાત્રી પેટ્રોલીંગ વધારવા માંગ

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 7 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી 3 શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને જિલ્લામાંથી પોલીસે 3 જગ્યાએથી 123 લીટર દેશી દારૂ પકડી પાડયો હતો. જયારે કે દેગામ ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને 825 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ બનાવવાનો સામાન કબજે કર્યો હતો અને આ દેશી દારૂ બનાવનાર હરીશ પરબતભાઇ સુંડાવદરા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...