તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ક્રેડિટ કાર્ડના માધ્યમથી ઓનલાઇન ગેમીંગ પોર્ટલ પર 68 હજારનો સાયબર ફ્રોડ થયો

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પોરબંદરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો, પોલીસે તમામ રૂપિયા પરત અપાવ્યા
  • બેંકમાંથી ફોન આવ્યોને ટ્રાન્જેક્શન વધારે થયાનું જણાવતા સમગ્ર ફ્રોડ સામે આવ્યો

પોરબંદરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે જેમાં યુવાન સાથે ક્રેડીટ કાર્ડ થી ઓનલાઇન ગેમીંગ પોર્ટલ પર રૂ. 68 હજારનો સાયબર ફ્રોડ થયો હતો. પોલીસે તમામ રૂપિયા પરત અપાવ્યા છે.

પોરબંદરના બીપીન કારાવદરા નામનો યુવાન એક ખાનગી બેંક નુ ક્રેડીટ કાર્ડ ધરાવે છે અને એક દીવસ તેમને બેંક માથી ફોન આવ્યો અને જણાવ્યું કે છેલ્લા મહિના માં તમારા ટ્રાન્જેક્શન વધારે થયેલા છે જયારે બીપીનભાઇ દ્વારા આવા કોઇ ટ્રાન્જેક્શન કરેલ ના હોય તેમજ આ બાબતે બેંક પર રૂબરૂ જઇ સ્ટેટમેન્ટ કઢાવી ચેક કરતા છેલ્લા કેટલાક દીવસો દરિમયાન તેમના ક્રેડીટ કાર્ડ પર કુલ 25 જેટલા શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હતા અને કુલ રૂ.68,819ની રકમ ડેબીટ થઇ હતી. બીપીનના જણાવ્યા મુજબ આ ટ્રાન્જેક્શનના કોઇ ડેબીટ ના એસએમએસ પણ તેમના મોબાઇલ પર આવ્યા ના હતા.

આમ પોતાની સાથે કોઇ નાણાકીય ફ્રોડ થયાનું માલુમ પડતા બીપીન દ્વારા તાત્કાલીક પોરબંદર પોલીસનો સંપર્ક કરતા નાયબ પોલીસ અધિક્ષક શહેર જે.સી. કોઠીયા અને પીઆઈ પી.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ પોરબંદર સાયબર સેલના પી.એસ.આઇ. સુભાષ ઓડેદરા અને ટીમ દ્રારા તપાસ કરતા આ બધી રકમ એક ઓનલાઇન ગેમીંગ પોર્ટલ પર ટ્રાન્સફર થયેલ જણાતા જરૂરી કાર્યવાહી કરતા બીપીનને તમામ રકમ પરત મેળવી આપી હતી. આ બનાવ અંગે આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...