જિલ્લામાં કોવેક્સિનનો જથ્થો ન ફાળવ્યો હોવાથી જિલ્લામાં શુક્રવારે 24 સ્થળોએ 6528 તરૂણોને રસીના આયોજનને બદલે 4 શાળા ખાતે 1000ને રસી આપવાનું આયોજન થયું હતું. 5 દિવસમાં કુલ 22531 તરૂણોએ રસી લીધી છે. રસી અંગે તરૂણો વધુ જાગૃત બન્યા હતા.
સરકાર દ્વારા તા. 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તરૂણોને કોરોના સામે રક્ષણ આપતી વેકશીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં 7 તારીખ સુધીમાં 202 સ્થળોએ વેકશીનેશનનું આયોજન થયું હતું અને 28885 તરૂણોને રસી આપવાનું આયોજન થયું હતું.
કોવેક્સિનના ડોઝ 17 હજાર આવ્યા હતા બાદ 10 હજાર ડોઝની માંગ સામે 5 હજાર ડોઝનો જ જથ્થો ફાળવ્યો હતો અને આ જથ્થો ખાલી થવા આવ્યો ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે 8 હજાર વેક્સિનના ડોઝ ની માંગ કરતા આ જથ્થો આપવામાં આવ્યો ન હતો જેથી શુક્રવારે આરોગ્ય વિભાગના આયોજન મુજબ 24 સ્થળોએ 6528 તરૂણોને વેક્સિન આપવાની હતી તેને બદલે શહેરમાં માત્ર 4 સ્કૂલ ખાતે અગાવના જથ્થામાંથી બચેલા 1000 ડોઝ આપવામાં આવ્યા હતા. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં તરૂણોને રસીકરણ કામગીરી થઈ શકી ન હતી.
મહત્વની વાત એ છે કે 15 થી 18 વર્ષના તરૂણો કે જેઓ શાળાએ જાય છે આવા તરૂણો રસી માટે જાગૃત થયા છે અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકોએ કોરોના રસી અંગેની માહિતી આપતા તરૂણોએ કોઈ ડર વગર રસી લીધી છે જેના કારણે 5 દિવસમાં 22531 તરૂણોએ રસી લીધી છે. અને 6354 તરૂણોને રસી આપવાનું બાકી છે.
શનિવારે 65 કેન્દ્ર ખાતે રસિકરણનું આયોજન થયું
આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે 4000 જેટલા રસીના ડોઝ મંગાવ્યા છે. જે આવી જતા આજે શનિવારે જિલ્લામાં 65 કેન્દ્ર ખાતે 15 થી 17 વર્ષના તરૂણોને અને 18 પ્લસના લોકોને 3500 ડોઝ રસી આપવાનું આયોજન કરાયું હતું જેમાં બપોરે 3:30 સુધીમાં 2684 લોકોએ રસી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.