પોરબંદર છાયા પાલિકા ખાતે 64 ટકા જગ્યા ખાલી રહેલ છે. 737 ના મહેકમ સામે 473 જગ્યા ખાલી પડી છે. મહત્વના કર્મીઓની જગ્યા લાંબા સમયથી ન ભરાતા કામગીરી પર અસર પડી રહી છે. પોરબંદર છાયા પાલિકા કચેરી ખાતે મહત્વની જગ્યા ખાલી પડેલી છે. મહત્વની વાત એ છેકે પોરબંદર છાયા પાલિકામાં મંજુર મહેકમ સામે અધધ 64 ટકા જગ્યા ખાલી છે.
737 છે જેની સામે 264 જગ્યા ભરાયેલ છે અને 473 જગ્યા ખાલી છે. 473 જેટલી ખાલી જગ્યા પર મહત્વના કર્મીઓની જગ્યા ભરવામાં આવી નથી. પોરબંદર પાલિકામાં બોખીરા, ખાપટ, છાયા, ધરમપુર ભળ્યુ છે આમછતાં પોરબંદર છાયા પાલિકા કચેરી ખાતે મહત્વની 473 જગ્યા ખાલી છે. આ જગ્યા પર મહત્વની કચેરીના અધિકારી અને કર્મચારીની જગ્યા ખાલી છે જેથી કામગીરીમાં અસર પડી રહી છે. આવા મહત્વના કર્મીઓની જગ્યા લાંબા સમયથી ભરવામાં આવેલ ન હોવાથી કામગીરી ટલ્લે ચડી રહી છે અને કામગીરી પર માઠી અસર પડી રહી છે.
મહત્વની કઈ જગ્યાઓ ખાલી ?
પોરબંદર છાયા પાલિકા મા 737ના મહેકમ સામે 473 જગ્યા ખાલી છે જેમાં ઓડિટર, એકાઉન્ટન્ટ, હેલ્થ ઓફિસર, એન્જીનીયર, સેક્રેટરી, હેડ ક્લાર્ક, વ્યવસાયવેરા અધિકારી, એન્ટી ફાયલેરિયા ઇન્સ્પેકટર, વોટર વર્કસ સુપ્રિટેન્ડેન્ટ, ઇલેક્ટ્રિક - મિકેનિક સુપર વાઈઝર, સિનિયર ક્લાર્ક, પટ્ટાવાળા સહિતની જગ્યા ખાલી છે.
શું કહે છે ચીફ ઓફિસર?
નવેસરથી મહેકમ મંજુર કરાવીને ભરતી પ્રક્રિયા કરવા તૈયારી કરી છે. વહેલી તકે ભરતી પ્રક્રિયા થાય તેવા પ્રયાસ ચાલુ છે. જાન્યુઆરી માસમાં બોર્ડમાં મહેકમ મંજૂરી માટે પ્રક્રિયા રજૂ કરવામાં આવશે. > મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પોરબંદર છાયા પાલિકા
કર્મીઓ ચાર્જમાં હોવાથી કામનું ભારણ
પોરબંદર છાયા પાલિકા ખાતે મહેકમ સામે 64 ટકા જગ્યા ખાલી છે. પોરબંદર છાયા પાલિકા વિસ્તાર મોટો છે ત્યારે જગ્યા ખાલી હોવાથી કર્મીઓને અન્ય ચાર્જ સોંપવામાં આવતા આવા કર્મીઓને કામનું ભારણ વધી છે જેથી કામગીરીમાં માઠી અસર પડે છે.
નવા મહેકમ અંગેની પ્રક્રિયા હજુ સુધી થઈ નથી
પાલીકા સૂત્રોએ જણાવ્યું હતુંકે, પોરબંદર અને છાયા પાલિકા મર્જ થતા બંને મહેકમ ભેગુ થયું છે. હાલ આ મહેકમ જૂનું છે ત્યારે નવા મહેકમ માટેની પ્રક્રિયા હજુસુધી કરવામાં આવી નથી.
અગાઉ બોર્ડમાં મુકેલ રિપોર્ટ પેન્ડિંગ રહ્યો !
પાલીકા સૂત્રોએ એવું પણ જણાવ્યું હતુંકે, પાલિકા ખાતે મહેકમ સામે જગ્યા ખાલી છે જે અંગે અગાઉ બોર્ડ સમક્ષ ભરતી કરવા રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો પરંતુ એ સમયે રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.