આ વર્ષે ભારત G20 સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. તે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત પોરબંદરની ગુરુકુલ મહિલા કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના દ્વારા 'પર્યાવરણ અને સુરક્ષા' વિષય પર એક વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અર્થતંત્રમાં પર્યાવરણની શું શું ભૂમિકા હોઈ શકે તે વિશે વિદ્યાર્થીનીઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે હેતુથી G20 અંતર્ગત આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
62 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો
આ કાર્યશાળામાં આશરે 62 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સુકતા પૂર્વક ભાગ લીધો હતો. પાણી બચાવો, પ્રદૂષણ નિયંત્રણ, સૌર ઊર્જા, પ્રાકૃતિક ખેતી વગેરે જેવા અલગ અલગ વિષયો પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.
પ્રોફેસરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું
આ પ્રોજેક્ટને સફળ બનાવવા કૉલેજના અધ્યાપિકા ડૉ.ઈલા ગામીત, પ્રો.રાજુ મોઢવાડીયા, પ્રો.વાલી મોઢવાડીયા તથા પ્રો. સીમા ખારવાએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા. વિદ્યાર્થીનીઓ વૈશ્વિક વિષયો પર ચિંતન કરી કઈક નવું શીખે એ પ્રકારના આ કાર્યક્રમને કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.અનુપમ નાગર દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને G20ના કૉલેજ નોડલ ઑફિસર ડૉ. નયન ટાંકનું માર્ગદર્શન મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.