કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં 61 દર્દી કોરોના પોઝિટીવ, 94 ડિસ્ચાર્જ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવીલમાં RTPCR મશીન દ્વારા રિપોર્ટ કાઢવાના શરૂ કરાયા
  • મશીન દ્વારા દરરોજ 800થી વધુ ટેસ્ટની કેપેસિટી
  • જામનગર સેમ્પલ મોકલવા નહીં પડે, બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે 165 દર્દી દાખલ
  • લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 3 દર્દીના મોત

પોરબંદરની સિવીલ હોસ્પિટલ ખાતે RTPCR મશીન દ્વારા રિપોર્ટ કાઢવાના શરૂ કરાયા છે. આ મશીન દ્વારા દરરોજ 800થી વધુ ટેસ્ટની કેપેસિટી છે,જેથી જામનગર સેમ્પલ મોકલવા નહીં પડે. હાલ બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે 165 દર્દી દાખલ છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 3 દર્દીના મોત થયા છે. પોરબંદરમાં 24 કલાકમાં 61 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 94 દર્દી ડિસ્ચાર્જ થયા છે.પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR મશીન વડે RTPCR રિપોર્ટ કાઢવાના શરૂ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે અગાવ પોરબંદરના સિવિલમાં રેપીડ ટેસ્ટ અને RTPCR સેમ્પલ લેવામાં આવતા હતા તેમજ જિલ્લા માંથી RTPCR ટેસ્ટ માટે સેમ્પલ લઈ સેમ્પલોને સિવિલ ખાતેથી જામનગર મોકલવામાં આવતા હતા, સિવિલ ખાતે ટ્રુ નેટ મશીન હતું જે દરરોજના માત્ર 70 જેટલા સેમ્પલના રિપોર્ટ કાઢી આપતું હતું. જેથી અન્ય સેમ્પલ જામનગર લેબમાં મોકલવામાં આવતા હતા અને રિપોર્ટ આવતા 24 કલાકથી વધુ સમય લાગતો હતો.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા RTPCR મશીન જે મેડિકલ કોલેજ કક્ષાનું છે તે સિવિલમાં આપતા આ મશીનનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને આ RTPCR મશીન વડે ટેસ્ટ કરી રિપોર્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ મશીન કાર્યરત થયું છે. હાલ રેપીડ ટેસ્ટ માત્ર 10 ટકા જ કરવામાં આવી રહ્યા છે. 90 ટકા ટેસ્ટ આ RTPCR મશીન વડે થઇ રહ્યા છે. આ મશીન દરરોજ 800થી વધુ સેમ્પલોનું ટેસ્ટ કરી ઝડપી રિપોર્ટ કાઢી આપે છે. જેથી સેમ્પલના રિપોર્ટ માટે જામનગર મોકલવા પડતા નથી.

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા વધી હતી. હાલ સદનસીબે બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે કુલ 165 દર્દી દાખલ છે જેમાંથી 110 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 3 દર્દીના મોત થયા છે. જેમાંથી 1 દર્દીનું ઇમરજન્સી વોર્ડમાં મૃત્યુ થયું હતું. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 735 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 61 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેમાં 21 ગામડા માંથી 39 દર્દી સહિત કુલ 61 દર્દી જેમાં 12 વર્ષથી 76 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 2820એ પહોંચ્યો છે. જ્યારે 94 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 2391એ પહોંચ્યો છે. તેમજ અન્ય જિલ્લા ખાતે પોરબંદરના 1 દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. હાલ જિલ્લામાં 391 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 151894 કુલ ટેસ્ટ થયા છે.

સિવીલ, નર્સિંગ કોવિડ હોસ્પિટલની સ્થિતી
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમા એકપણ દર્દી દાખલ નથી. સેમી આઇસોલેશન ખાતે 64 દર્દી દાખલ છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 40 દર્દી દાખલ છે જેમાં 6 પોઝિટિવ અને 29 નેગેટિવ દર્દી છે. પોરબંદરની નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે કુલ 61 દર્દી દાખલ છે જેમાંથી 6 દર્દી ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...