તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ હોસ્પિટલમાં 61 દર્દી દાખલ, 37 દર્દી ઓક્સિજન પર, 1 દર્દીનું મોત

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 575 ટેસ્ટમાંથી 5 દર્દી કોરોના પોઝિટીવ 10 દર્દી ડિસ્ચાર્જ થયા

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 61 દર્દી દાખલ છે જેમાંથી 37 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 10 દર્દી ડિસ્ચાર્જ થયા છે.પોરબંદરમાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દી તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા વધતા દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હાલ સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 61 દર્દી દાખલ છે.

જેમાં આઇસોલેશનમા 12 દર્દી દાખલ છે જેમાંથી 4 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 21 દર્દી દાખલ છે જેમાંથી 11 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 28 દર્દી દાખલ છે. 61 દર્દી પૈકી 37 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 575 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 5 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેમાં હજૂર પેલેશ વિસ્તાર માંથી 60 વર્ષીય વૃદ્ધ, ધરમપુર માંથી 60 વર્ષીય વૃદ્ધા, ઝુંડાળા માંથી 50 વર્ષીય મહિલા, વીંઝરાણા માંથી 27 વર્ષીય યુવાન અને માધવપુર માંથી 30 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3318એ પહોંચ્યો છે. જ્યારે 10 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...