ફરિયાદ:પોરબંદર જિલ્લામાં આચાર સંહિતા ભંગની 60 ફરિયાદ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 ફરિયાદનો કરાયો નિકાલ : રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કામગીરી ઝડપી બની

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બંને બેઠકો પર ચૂંટણી પ્રચારમાં થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં લાગેલી આચાર સંહિતા બાબતે ચૂંટણી પંચ સમક્ષ અત્યાર સુધીમાં 60 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી અને આ ફરિયાદોમાંની 45 ફરિયાદોનો નોડલ અધિકારી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠકોમાં ચૂંટણીના પ્રચારમાં લાદવામાં આવેલી આચાર સંહિતા અંગે અત્યાર સુધીમાં 60 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદો કરવામાં આવી હતી. ચુંટણીપંચ સમક્ષ કરાયેલી આ ફરિયાદોના નિરાકરણ અંગે પોરબંદરના જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક અને આચારસંહિતા અમલીકરણ અધિકારી રેખાબા સરવૈયા, હાર્વિકભાઇ ઓડેદરા, પ્રકાશભાઇ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 45 જેટલી ફરિયાદોનું નિરાકરણ લાવી અને નિકાલ કરવામાં આવ્યો હતો. જેમ જેમ ચુંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કામગીરી ઝડપી થવા માંડી છે અને એમ.સી.સી. નોડલ અધિકારી સમક્ષ ફરિયાદોમાં વધારો નોંધાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...