પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં કો ઓપ સભ્યોની વરણી કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાના નેતૃત્વમાં કારોબારી સભ્યોની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ સભ્યોની નિમણૂક કરાઇ છે.
સોની મહાજન એસોસિએશનના કિરીટભાઈ ધોળકિયા, કટલેરી એસોસિએશનના ભાવિનભાઈ ભરાણીયા, દેવ દતાણી, જયેશ કાનાણી, મયુર લખાણી, રાજ પોપટ સહિત છ સભ્યોની વરણી કરાઇ છે. ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો તેમજ દરેક વેપારીના કામમાં મદદરૂપ બનાવવાના આશયથી નિયુક્તિ કરાઈ છે.
ચેમ્બરમાં 26 કારોબારી સભ્યોની ટીમ ચેમ્બર ઓફ કોમર્સનાં તમામ કાર્યો કરી શકશે, અને માર્ચ મહિના સુધીના અંતમાં પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થાય છે. ત્યારે નવા પ્રમુખની નિમણૂક થશે. ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ 26 કારોબારીની ટિમ માંથી કોઈપણ સભ્ય પ્રમુખ બનવા માટે દાવેદારી કરી શકશે, અને બંધારણ મુજબ સભ્યો ફરી મતદાન કરી કોને પ્રમુખ બનાવે તે આગામી સમયે જ નક્કી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.