તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:પોરબંદરમાં શિક્ષક દિને 6 શિક્ષક સાથે 6 વિદ્યાર્થીઓનું પણ સન્માન

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટીતંત્ર- શિક્ષણતંત્ર આયોજિત કાર્યક્રમમાં શિક્ષકોની સાથે છાત્રોનું પણ સન્માન કરાયું

પોરબંદરમાં શિક્ષક દિનની ઉજવણી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ કરીને સન્માનિત કરીને કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર- જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બિરલા હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા અને મહાનુભાવોના હસ્તે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. કલેકટર અશોક શર્માએ શિક્ષકોને ઉપનિષદોમાં, પંચતંત્રની વાર્તાઓમાં, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું સારસ્વતો તરીકે અને શ્રેષ્ઠ નાગરિકના ઘડતરમાં મહત્વનું યોગદાનના દ્રષ્ટાંતો આપીને શિક્ષકોને બાળકોમાં રહેલી વિરાટ સંભાવનાઓને બહાર કાઢીને શિક્ષક તરીકે સન્માનનીય વ્યવસાયિક ગરિમાને નવી ઊંચાઈઓ આપવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રૂ. 15,000ના પારિતોષિકો સાથે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જોષી ચાર્મી બેન નવનીતરાય, જોષી હરેશભાઈ લખમણભાઇ, કોટડીયા રાજેશકુમારનું તેમજ તાલુકા કક્ષાના શિક્ષક તરીકે ગજ નસીબાનુ, રાણા યોગેશભાઈ અને રાણા ફાલ્ગુનીબેન નું રૂ.5000 ના પારિતોષિક સાથે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી છ વિદ્યાર્થીઓનુ પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.પ્રીતિબેન કોટેચા લિખિત બાળવાર્તાના પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...