જિલ્લાનું ગૌરવ:ગોઢાણીયા કોલેજની 6 વિદ્યાર્થીનીએ આંતર કોલેજ એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન માર્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 રમતમાં વિજેતા બની જિલ્લાનું ગૌરવ વધાર્યું
  • આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે

આંતર કોલેજ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોઢાણીયા કોલેજની 6 યુવતીએ મેદાન મારી 13 જેટલી રમતમાં વિજેતા બની જિલ્લાનું નામ રોશન કર્યું છે. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે તાજેતરમાં આંતર કોલેજ એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

એનસીસી યુનિટના કમાન્ડર શાંતિબેન ભૂતિયાના માર્ગદર્શન હેઠળ ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ મેદાન માર્યું હતું જેમાં એફવાયબીકોમ દોડ સ્પર્ધામાં સોનલ રમેશભાઈ કડછા, દક્ષાબેન નથુભાઈ ચુડાસમાએ લાંબીકુદ, લંગડી, ફાડકુદ અને દોડમાં પ્રથમ તેમજ ઉંચીકુદમા દ્વિતીય સ્થાન મેળવ્યું હતું જ્યારે પૂજા ગીરીશભાઈ ધોળીયાએ 100 મીટર દોડમાં પ્રથમ, 800 મીટરમાં તૃતીય અને 1500 મીટરમાં દ્વિતીય અને 4/100 રિલેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

પૂજા બાબુલાલ લીંબોલા અને નયના ગોવિંદભાઈ ડાકીએ 800 મીટર દોડમાં દ્વિતીય નંબર મેળવ્યો છે. આ 6 વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે. આ કોલેજની 6 વિદ્યાર્થીની એ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનતા ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા, પ્રિન્સિપાલ કેતનભાઈ શાહ, ઇશ્વરલાલ ભરડા સહિતનાઓએ દીકરીઓને શુભેરછા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...