તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાંથી 6 શખ્સ છરી સાથે,બે શખ્સ પાઇપ સાથે ઝડપાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથીયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
  • પોરબંદર જિલ્લામાં જુદી- જુદી જગ્યા પર પોલીસની કાર્યવાહી

પોરબંદર જિલ્લા પોલીસે ગઇકાલે પોરબંદર જિલ્લામાં પેટ્રોલીંગ દરમિયાન જુદી-જુદી 6 જગ્યાએથી 6 શખ્સોને છરી સાથે તથા 2 જગ્યાએથી 2 શખ્સોને લોખંડના પાઇપ સાથે ઝડપી લીધા હતા. પોરબંદર પોલીસે ગઇકાલે શહેરના ગધાઇવાડા નાકા પાસે રોડ પરથી નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો દેવજીભાઇ પુનાણીને, વી. વી. બઝારમાંથી ગોવિંદ અશોકભાઇ સોલંકીને,

ગાયત્રી મંદિર પાસેથી કરણ મધુભાઇ ચુડાસમાને, કુતિયાણામાંથી લીલા ઉર્ફે મિસ્ત્રી સવદાસ વાઢીયાને, ભડ ગામેથી દેવાયત ભીખાભાઇ રાઠોડને, મિયાણી ગામના પુલ નીચેથી મુરુ ભીખાભાઇ લાડકને ગેરકાયદેસર રીતે રાખેલી છરી સાથે ઝડપી લીધા હતા તેમજ કુતિયાણાની મચ્છી માર્કેટ પાસેથી હિતેન રાણાભાઇ વાઘેલાને તથા માધવપુરના બસ સ્ટેન્ડ પાસેથી દિનેશ ઉર્ફે બગલી કારાભાઇ બાલસ નામના શખ્સને ગેરકાયદેસર રીતે લોખંડના પાઇપ સાથે ઝડપી લઇ આ તમામ આઠેય શખ્સો સામે હથીયારબંધી જાહેરનામાના ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...