ક્રાઇમ:ચિંગરીયા ગામે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 5,320 નો મુદ્દામાલ જપ્ત કર્યો

પોરબંદરના ઘેડ પંથકના ચિંગરીયા ગામેથી પોલીસે 6 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોરબંદર જીલ્લાના ઘેડ પંથકના ચિંગરીયા ગામે જુગાર રમાઇ રહ્યાની મળેલ બાતમીને ધ્યાને રાખીને માધવપુર પોલીસે ગઇકાલે સાંજના અરસામાં ચિંગરીયા ગામે દરોડો પાડીને ગામમાં આવેલા ભરદાસ બાપાના મંદિર પાસેથી ગંજીપતાના પાના વડે તીનપતિનો જુગાર રમતા રાજુ રામભાઈ દાસા, નિલેષ જીવાભાઈ દાસા, વિનોદ નેભાભાઈ દાસા, ભાવેશ વિરમભાઈ દાસા, દેવા મેરૂભાઈ દાસા તથા રામ ખીમાભાઈ દાસા નામના 6 શખ્સોને હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી રૂ.5,320/- ની રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબ્જે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...