ધરપકડ:શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરનાર 6 શખ્સ ઝડપાયા

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી, એસઓજી ટીમે ઇન્દિરાનગર પાસેથી ઝડપી લીધા, રિમાન્ડની તજવીજ

શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરનાર 6 શખ્સોને પોલીસે ઇન્દિરાનગર પાસેથી ઝડપી લીધા છે. પોરબંદરમાં ખીજડીપ્લોટ સામે આવેલ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયાની ઓફિસ પર ગત તા. 1ના રોજ સવારે 11 કલાકે કેટલાક શખ્સો કુહાડી અને પાઇપ જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને ઓફિસમા તોડફોડ કરી બાઇક મા પણ તોડફોડ કરી નાશી છૂટયા હતા. દિન દહાડે આ બનાવ બનતા શહેરભરમાં ચકચાર મચી હતી. ધરમપુરમા આવેલ જમીન બાબતે આ હુમલો થયો હોય તેવું જાણવા મળી રહ્યું છે.

ઓફિસમાં તોડફોડ થતા દેવશી સીડા સહિતના શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જેમાં એલસીબી પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચોકકસ હકિકત આધારે ઇન્દીરાનગરથી દેવશી વિરમ સીડા, હિતેષ પોલા ઓડેદરા, રમેશ કેશુ બાપોદરા, સંજય સવદાસ રાતીયા, રાજેશ ઉર્ફે રાજુ મુરૂ બોખીરીયા અને ભુપત કરશન ઓડેદરાને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે. આ અંગે વધુ તપાસ પીઆઇ એચ. બી. ધાંધલીયા ચલાવી રહ્યા છે. આ આરોપીઓની ઊંડી તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...