કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં વધુ 6 દર્દી કોરોના પોઝિટીવ, 12 ડિસ્ચાર્જ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કોરોનાના કુલ 41 કેસ એક્ટિવ
  • 22 દર્દી હોસ્પિટલમાં​​​​​​​ દાખલ, 19 દર્દી હોમ આઇસોલેટ થયા

જિલ્લામાં 24 કલાકમાં 6 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 12 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 41 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 579 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 6 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં પોરબંદરના કે કે નગર વિસ્તારમાંથી 1 કેસ, ખડપીઠ વિસ્તારમાંથી 1, કાટવાણા વિસ્તારમાંથી 2, એરપોર્ટ અને છાંયા ચોકી વિસ્તારમાંથી 1-1 તેમ 17 વર્ષથી માંડીને 70 વર્ષના સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 4177 એ પહોંચ્યો છે. 12 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3997 એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 41 કેસ એક્ટિવ છે જેમાંથી 22 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 19 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 394070 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...