તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી બંધ:6 કેન્દ્ર પર મા કાર્ડ કામગીરીનું બાળ મરણ, ટેક્નિકલ ફોલ્ટથી લોકો મુશ્કેલીમાં મૂકાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે એજન્સી રદ કરતા 15 દિવસથી કામગીરી બંધ હતી, કામગીરી શરૂ થતા બે દિવસ પણ કામગીરી ન ચાલી

પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે તેમજ રાણાવાવ અને કુતિયાણા ખાતે મા કાર્ડ સેન્ટર આવેલા હતા અને આ સેન્ટર ખાતે અનેક લોકો મા કાર્ડ કામગીરી માટે આવતા હતા પરંતુ છેલ્લા 15 દિવસથી આ કામગીરી બંધ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મા કાર્ડની કામગીરી કરનાર એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે જેથી આ કામગીરી બંધ થઈ હતી. તાલુકા લેવલના ત્રણેય સેન્ટરો બંધ થયા હતા અને હાલ ટેમ્પરરી લેવલે સિવિલ હોસ્પિટલ ખાતે અને સીએચસી ખાતે આઇડી આપ્યા હતા પરંતુ ટેકનિકલી ફોલ્ટના કારણે મા કાર્ડ નીકળતા ન હતા.

જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હાલ સરકાર દ્વારા થોડા દિવસ પૂર્વે આ કામગીરી શરૂ કરાઇ છે જેમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડની કામગીરી પોરબંદરના યુપીએચસી કડીયાપ્લોટ, સુભાષનગર, છાયા, શીતલાચોક, રાણાવાવ અને કુતિયાણા ખાતે શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ માટે અરજદારે આવકનો દાખલો, રાશનકાર્ડ, આધારકાર્ડની નકલ રજૂ કરી સવારે 9થી 5 કલાક સુધી કઢાવી શકાશે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ માત્ર બે દિવસ પણ આ કામગીરી ચાલી ન હતી. જેથી ફરીથી આ કામગીરી બંધ રહેતા અનેક લોકો કેન્દ્ર ખાતે ધક્કા ખાઈ રહ્યા છે.

કામગીરી શરૂ થશે : આરોગ્ય અધિકારી
માકાર્ડ આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી બંધ થઈ છે. 2 દિવસ કામ થયું હતું પરંતુ સોફ્ટવેરમાં એરર આવતા કામ બંધ છે. ટેકનિકલી એરર છે. દરેક જિલ્લામાં બંધ છે. જેની પાસે કાર્ડ છે તેને સારવાર માટે મુશ્કેલી નહિ પડે. આવતીકાલ શાંજથી સમસ્યા દૂર થઈ જશે અને કાર્ડ કામગીરી શરૂ થશે. >કવિતાબેન દવે, જિલ્લા આરોગ્ય અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...