કાર્યવાહી:રાણાવાવનાં કાજાવદરી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 6 ઝડપાયા

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાંથી જાહેરમાં જુગાર રમતા 2 મહિલા સહિત 4 ઝડપાયા

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના કાજાવદરી ગામેથી પોલીસે ગઇકાલે રાત્રે એક વાગ્યાના અરશામાં મધુબેન રામદેભાઇ ચૌહાણ નામની મહિલાના ઘરમાં દરોડો પાડતા કૌશીક કાનજીભાઇ ચૌહાણ, દીલીપ હમીરભાઇ કદાવલા, પીયુષ પરબતભાઇ નનેરા, માલા કેશુભાઇ ઓડેદરા અને જયમલ ડાયાભાઇ ગોહેલ નામના 6 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રૂ. 12350 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

જયારે અન્ય જુગારનાં બનાવમાં પોરબંદર શહેરમાં ઇન્દીરા નગર વિસ્તારમાં મહાકાલી માતાના મંદિરની આગળની ગલીમાંથી પોલીસે ગઇકાલે રાત્રે એક વાગ્યાના અરશામાં પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડતા આરીફ ઇસ્માઇલ હિંગોરજા, સુનીલ ભીખુભાઇ વિરમગામા, કીરણબેન જગદીશ શિયાળ અને રતનબેન અશોક સોલંકી નામના 4 શખ્સોને જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રૂ. 24400 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...