કોરોના:જિલ્લામાં કોરોનાના 556 ટેસ્ટ કરાયા, 1 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે કોરોનાનો એકપણ કેસ એક્ટિવ નહીં
  • અત્યાર સુધીમાં કુલ 2,24,030 ટેસ્ટ થયા

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. 1 દર્દી ડિસ્ચાર્જ થયો. આખરે એક પણ કોરોનાનો કેસ એક્ટિવ નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 556 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3398એ પહોંચ્યો છે. વધુ એક દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3261 એ પહોંચ્યો છે. હાલ જિલ્લામા એકપણ એક્ટિવ કેસ નથી. અત્યાર સુધીમાં કુલ 224030 ટેસ્ટ થયા છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી છે. સંભવિત ત્રીજી લહેરના પગલે વહીવટી તંત્ર અને હેલ્થની ટીમ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...