તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં કોરોનાના 551 ટેસ્ટ કરાયા, 1 દર્દી ડિસ્ચાર્જ, સિવીલ હોસ્પિટલમાં 8 દર્દી દાખલ, 4 દર્દી ઓક્સિજન પર

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 8 દર્દી દાખલ છે જેમાંથી 4 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી.પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 8 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 3 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 5 દર્દી દાખલ છે. બન્ને વોર્ડ ખાતે એકપણ પોઝિટીવ દર્દી દાખલ નથી. 8 દર્દી પૈકી 4 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 551 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3387એ પહોંચ્યો છે. જ્યારે 1 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયો છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3240એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 09 કેસ એક્ટિવ છે. જ્યારે 4 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 180701 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...