તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેરની સિવિલ કોવિડ ખાતે 52 દર્દી દાખલ, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 576 ટેસ્ટમાંથી 3 દર્દી કોરોના પોઝિટિવ, 5 દર્દી ડિસ્ચાર્જ થયા

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 52 દર્દી દાખલ છે જેમાંથી 34 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 52 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 14 દર્દી દાખલ છે જેમાંથી 6 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 14 દર્દી દાખલ છે જેમાંથી 7 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 24 દર્દી દાખલ છે. 52 દર્દી પૈકી 34 દર્દી ઓક્સિજન પર છે.

છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. દરમિયાન કોરોનાનાં કેસની વાત કરીએ તો, પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 5 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 576 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં બળેજ ગામ માંથી 23 વર્ષીય યુવાન, રાણાવાવ માંથી 60 વર્ષીય મહિલા અને શીંગડા ગામ માંથી 32 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.

આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3339એ પહોંચ્યો છે. જ્યારે 5 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3149એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 58 કેસ એક્ટિવ છે. જ્યારે 11 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 165122 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...