પોરબંદર જિલ્લામાં વધી રહેલા લમ્પીગ્રસ્ત ગાયો માટે જીઆઇડીસી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ આઇસોલેશન વિભાગમાં રાખવામાં આવેલી ગાયો માટે ગૌ પ્રેમીઓ તથા વિવિધ સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહી છે. પોરબંદર શહેરના ક્લોથ મર્ચન્ટ એસોસિએશન દ્વારા રૂ. ₹51,000 નું અનુદાન આપવામાં આવ્યું છે. પોરબંદરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિજયભાઈ વડુકરના કારખાનામાં લમ્પીગ્રસ્ત ગૌધન માટે આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. અહીં પશુપાલન વિભાગ તથા અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયોની સારસંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે.
આ ગાયોની સારવાર માટે વધુમાં વધુ લોકોને તથા સામાજિક સંસ્થાઓને આગળ આવવા માટે અપીલ કરવામાં આવી છે. આ ગૌધન માટે પૌષ્ટિક આહાર અને દવાઓ માટે પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ કાઉન્સિલર હાર્દિકભાઈ લાખાણીના નેજા હેઠળ દ્વારા રૂપિયા 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ ગાયોની સેવા માટે સહકારની જરૂરિયાત હોય સામાજિક સંસ્થાઓ તથા અન્ય સેવાભાવી લોકોના મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.