તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારીની સિઝન શરૂ:પોરબંદરની 500 બોટ દરિયો નહીં ખેડે; ડિઝલના કમરતોડ ભાવવધારાથી હાલત કફોડી, એક બોટની એક ટ્રીપ 4.50 લાખમાં પડે છે!

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોંઘવારી અને ડીઝલના વધુ ભાવ વધારાને કારણે સીઝનમાં અંદાજે 30 થી 40 ટકા એટલે કે અંદાજે પોરબંદરની 500 જેટલી બોટ દરિયો નહિ ખેડે તેવું માછીમાર બોટ એશોસિએશનના પ્રમુખે સંભાવના દર્શાવી છે. - Divya Bhaskar
મોંઘવારી અને ડીઝલના વધુ ભાવ વધારાને કારણે સીઝનમાં અંદાજે 30 થી 40 ટકા એટલે કે અંદાજે પોરબંદરની 500 જેટલી બોટ દરિયો નહિ ખેડે તેવું માછીમાર બોટ એશોસિએશનના પ્રમુખે સંભાવના દર્શાવી છે.
  • મોંઘવારી વધતા ગત વર્ષની સરખામણીએ એક બોટને 1 લાખનો વધારાનો ખર્ચ
  • ફિશીંગમાં કેટલી માછલી, કેટલાભાવ, ક્યારે રૂપિયા મળશે તે અંગે અવઢવ
  • માછીમારો જોખમ સાથે દરિયો ખેડવા રવાના, એક ટ્રીપના ડિઝલનો ખર્ચ 70 ટકા થાય છે

પોરબંદરમાં માછીમારીની સિઝન શરૂ થઈ છે ત્યારે ડિઝલનો કમરતોડ ભાવ વધારાએ આછીમારોની હાલત કફોડી કરી છે. ડીઝલના ભાવ આસમાને પહોંચતા આ નવી સીઝનમાં 500 જેટલી બોટ દરિયો નહિ ખેડે. મોંઘવારી વધતા ગત વર્ષની સરખામણીએ એક બોટને રૂ. 1 લાખનો વધારાનો ખર્ચ પડ્યો છે. એક બોટની એક ટ્રીપ રૂ. 4.50 લાખમાં પડે છે. માછીમારોને કેટલી માચ્છી, મચ્છીના કેટલાભાવ અને ક્યારે રૂપિયા મળશે તે અંગે અવઢવ સાથે માછીમારો જોખમ સાથે દરિયો ખેડવા રવાના થયા છે.

ગત વર્ષની સરખામણથી ટ્રીપનો ખર્ચ 1 લાખ વધુ
1 સપ્ટેમ્બરથી માછીમારીની સિઝન શરૂ થઈ છે. હાલ 600 જેટલી બોટ દરિયો ખેડવા રવાના થઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે હાલ ડીઝલના ભાવે માછીમારોની સ્થિતિ કફોડી બનાવી છે. ડીઝલના ભાવ આસમાને પહોંચતા માછીમારોને આ વર્ષે એક ટ્રીપ રૂ. 4. 50 લાખમાં પડે છે. ગત વર્ષની સરખામણીએ માછીમારને એક ટ્રીપે રૂ. 1 લાખનો વધુ ખર્ચ આવે છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન, ખલાસીઓનું વતન જવું અને મોંઘવારી નડી છે. તો હાલ પણ અનાજ, તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગતવર્ષે ડિઝલનો ભાવ રૂ. 75 આસપાસ હતો. જ્યારે આ વખતે ડિઝલનો ભાવ રૂ. 94 છે.

કોરોનાને પગલે માછીમારીમાં મંદી
એક માછીમારની 1 બોટની પહેલી ટ્રીપમા 3 થી 4 હજાર લીટર ડીઝલ જોઈએ છે. ઉપરાંત રાશન, બર્ટ, ખલાસીનો પગાર અને પરચુરણ ખર્ચ સહિત એક માછીમારીની 1 ટ્રીપ રૂ. 4.50 લાખે પહોંચે છે. ત્યારે મોંઘવારી, કોરોનાને પગલે મંદીએ માછીમારોની મુશ્કેલી વધારી છે. ઉપરાંત માછીમારોને ટ્રીપમાં કેટલી મચ્છી મળશે, મચ્છીના જથ્થાનો કંપની કેટલો ભાવ નક્કી કરશે તે અંગે નક્કી નથી તેમજ માછીમારોને કંપની માછલીના નિકાશના રૂપિયા ક્યારે આપશે તે નક્કી નથી ત્યારે આ માછીમારો જોખમ ખેડી માછીમારી કરવા નીકળે છે. હાલ મંદી, મોંઘવારી અને ડીઝલના વધુ ભાવ વધારાને કારણે સીઝનમાં અંદાજે 30 થી 40 ટકા એટલે કે અંદાજે 500 જેટલી બોટ દરિયો નહિ ખેડે તેવું માછીમાર બોટ એશો.ના પ્રમુખે સંભાવના દર્શાવી છે.

શું છે માંગણી?
પોરબંદરમાં માછીમારોની વેટ રિબેટ માર્ચથી મે સુધીનું બાકી છે. સિઝન શરૂ થાય તે પહેલા જ માછીમારોને રિબેટ આપી દેવું જોઈએ જેથી આ નવી સીઝનમાં માછીમારોના હાથમાં રૂપિયા આવે. ઉપરાંત ડિઝલમાં જે ડિસ્કાઉન્ટ મળે છે તે હજુસુધી નક્કી થયું નથી. જો ડિસ્કાઉન્ટ નક્કી થાય તો માછીમારોને સરળતા રહે. એક ટ્રીપે માછીમારને રૂ. 12 હજારની બચત થઈ શકે. > મુકેશભાઈ પાંજરી, પ્રમુખ, બોટ એસો. પોરબંદર

માર્ચથી મે સુધીનું વેટ રિબેટ મળ્યું નથી
માછીમારોને ગત માર્ચ થી મે સુધીનું વેટ રિબેટ મળ્યું નથી. પોરબંદરમાં માછીમારોને અંદાજે રૂ. 10 કરોડથી વધુની રકમનું વેટ રિબેટ મળ્યું નથી જેથી માછીમારોને આ વખતે ઉછીના લઈને માછીમારી કરવી પડે છે.

ડીઝલ પર ડિસ્કાઉન્ટ મળ્યું નથી
ટેન્ડરિંગમાં આ વખતે IOC તરફથી ડિઝલમાં 3.67 રૂપીયા માછીમારોને ડિસ્કાઉન્ટ મળવાનું હતું પરંતુ હજુસુધી ડિસ્કાઉન્ટ મળ્યું નથી જેથી માછીમારોને રોકડા રૂપિયા ચૂકવી ડીઝલની ખરીદી કરવી પડે છે જેમાં તુરંત રાહત મળતી નથી.

2200 બોટ જાય છે આ વખતે 1700 જશે
માછીમાર બોટ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે આ વખતે કોરોના અને વાવાઝોડાને કારણે માછીમારીની સ્થિતિ કફોડી બની છે. દરવર્ષે 2200 બોટ દરિયો ખેડવા જતી હતી. મોંઘવારીના કારણે આ વળજતે 1700 જેટલી બોટ જ માછીમારી કરવા જશે તેવી સંભાવના છે. 100 ટકા બોટ નહિ જાય.

પહેલા એક ટ્રીપનો કેટલો ખર્ચ થતો હતો ?
ગત વર્ષે નવી સીઝનમાં ડિઝલનો ભાવ 75 હતો. આ વખતે ડિઝલનો ભાવ 94 રૂ. છે. મોંઘવારીના કારણે રાશનના ભાવ વધ્યા છે. ગત વર્ષે માછીમારીની એક ટ્રીપ રૂ. 3.50 લાખ થતી હતી. આ વખતે ડીઝલ, રાશનમા ભાવ વધારો થતાં માછીમારની એક ટ્રીપ રૂ. 4.50 લાખ થાય છે.

માછીમારોને રાશન પણ મોંઘું
મોંઘવારી ને લીધે હાલ રાશનના ભાવ પણ વધ્યા છે. એક ટ્રીપ માટે ગત વર્ષે રાશનના રૂ. 8 હજાર થતા હતા તે મોંઘવારીના કારણે આ વખતે રાશન રૂ. 12 થી 13 હજાર સુધીનું થાય છે. માછીમારને ટ્રીપમાં જતા પહેલા ડીઝલ, રાશનના રૂપિયા રોકડા ચૂકવવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...