તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ફલૂ ઓપોડીમાં 3 દિવસમાં 50 ટકાનો ઘટાડો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 24 કલાકમાં 32 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 36 દર્દી ડિસ્ચાર્જ
  • લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 3 દર્દીના મોત, બન્ને કોવિડ ખાતે 269 દર્દી દાખલ

પોરબંદરની કોવિડ હોસ્પિટલ ખાતે ફલૂ ઓપોડીમાં 10 દિવસની સરખામણીમાં ત્રણ દિવસમાં 50 ટકાનો ધટાડો નોંધાયો છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 3 દર્દીના મોત થયા છે. હાલ બન્ને કોવિડ ખાતે 269 દર્દી દાખલ છે. પોરબંદરમાં 24 કલાકમાં 32 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 36 દર્દી ડિસ્ચાર્જ થયા છે.પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલ ખાતે દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે.

સિવિલ કોવિડમાં ફલૂ ઓપીડી ચાલે છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 50 ટકા ફલૂ ઓપીડીમાં ઘટાડો નોંધાયો છે. જે દર્દીઓને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓ આ ફલૂ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે. તેઓને દવા આપી સારવાર આપવામાં આવે છે આવા દર્દીઓને દવા આપી દાખલ કરવામાં આવતા ન હોય તેવા દર્દીઓની સંખ્યામાં 10 દિવસની સરખામણીમા આવા દર્દીઓની ફલૂ ઓપીડીમાં છેલ્લા ત્રણ દિવસમાં 50 ટકાનો ધટાડો નોંધાયો છે. હાલ સિવિલ કોવિડ અને નર્સિંગ કોવિડ ખાતે કુલ 269 દર્દીઓ દાખલ છે જેમના મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર છે.

બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 3 દર્દીના મોત થયા હતા. પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 320 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 32 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા, કમલાબાગ, જુરીબાગ, ખારવાવાડ, વણકરવાસ, સુતારવાડા, પેરેડાઈઝ, ભોજેશ્વર પ્લોટ, કડીયાપ્લોટ, ખાપટ સહિતના વિસ્તારો માંથી તેમજ રાણાવાવ, દેગામ, મોઢવાડા ગામ માંથી 21 થી 92 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે.

આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1793એ પહોંચ્યો છે. જ્યારે 36 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1580એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 200 કેસ એક્ટિવ છે જેમાંથી 51 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 15 દર્દી કોવિડ કેર સેન્ટર ખાતે તથા 134 દર્દી હોમ આઈસોલેટ થયા છે. અત્યાર સુધીમાં 142536 કુલ ટેસ્ટ થયા છે.

નર્સિંગ કોવિડ ખાતે દર્દી વેઇટિંગ પર, એમ્બ્યુલન્સમાં જ સારવાર
પોરબંદરની નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે ત્રણેય માળે દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે જેથી નવા દર્દીઓ માટે જુના દાખલ દર્દી ડિસ્ચાર્જ થવાની રાહ જોવી પડે છે. સોમવારે સવારે કુતિયાણાના ધરસણ ગામેથી એક દર્દીને એમ્બ્યુલન્સમા લાવવામાં આવ્યા હતા. આ દર્દીને બીપી અને ડાયાબીટીસ ની બીમારીના કારણે તકલીફ થઈ હતી. અહીં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમા જ સુવડાવી રાહ જોઇ રહ્યા હતા.

સિવિલ કોવિડની સ્થિતિ ? : પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 53 દર્દી દાખલ છે જેમાં 5 દર્દી પોઝિટિવ અને 45 નેગેટિવ દર્દી દાખલ છે. 3 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. કુલ 17 દર્દી બાયપેપ પર છે. સેમી આઇસોમાં 110 દર્દી દાખલ છે.

નર્સિંગ કોવિડની સ્થિતિ ?: નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા માળે 30 દર્દી, બીજા માળે 27 અને ત્રીજા માળે 49 દર્દી દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...