સમારકામ કરવા માંગ:ખારવાવાડ શહિદચોક કમ્પાઉન્ડ વિસ્તારમાં 50 ઘરો શૌચાલય વિહોણા

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર, દીવાલ તોડી પાડવામાં આવતા મહિલાઓને મુશ્કેલી, મહિલા શૌચાલયમાં સમારકામ કરવા માંગ

ખારવાવાડ શહિદચોક કમ્પાઉન્ડ વિસ્તારમાં 50 ઘરો શૌચાલય વિહોણા છે. આ પરિવારો ખુલ્લામાં શૌચક્રિયા કરવા જાય છે. જે જગ્યા પર ખુલ્લામાં શૌચક્રિયા કરવા જતા હતા તે દીવાલ તોડી પાડવામાં આવતા મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. મહિલા શૌચાલયમાં સમારકામ કરો તેવી માંગ ઉઠી છે.

એકતરફ સરકાર શૌચાલય મુક્ત શહેર માટે ગ્રાન્ટ ફાળવે છે. પોરબંદર શહેર શૌચાલય મુક્ત જાહેર કર્યું છે ત્યારે વાસ્તવિક સ્થિતિની વાત કરીએ તો ખારવાવાડ વિસ્તારમાં શહિદચોક કમ્પાઉન્ડ જૂની એસીસી પાછળ 50 જેટલા ઘરોમાં રહેતા તમામ સભ્યો શૌચાલય વિહોણા છે. આ ઘરોના સભ્યો જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે.

વર્ષો પહેલા આ વિસ્તારમાં જીએમબી દ્વારા મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ મહિલા શૌચાલય પણ દાયકાથી બંધ છે. મહિલા શૌચાલયમાં પાણીની વ્યવસ્થા નથી અને અંદર જતા પહેલા દુર્ગંધ અને ગંદકીથી ખદબદે છે. મહિલા શૌચાલય ઉપીયોગ લાયક રહ્યું નથી. તંત્ર દ્વારા આ શૌચાલયના સમારકામ કરવાને બદલે આ રોડ પર એક બાથરૂમ જેવું બનાવી દીધું છે જેનો મહિલાઓ શૌચાલય માટે ઉપીયોગ કરે છે તેમજ એક દીવાલ પાછળ મહિલાઓ જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે.

આ દીવાલને કામગીરી સબબ તોડી પાડવામાં આવી છે ત્યારે મહિલાઓ માટે સમસ્યા ઉભી થઇ છે. સ્થાનિક મહિલાઓએ રોષ ભેર જણાવ્યું હતુંકે, વર્ષોથી અહીં જાહેર મહિલા શૌચાલય બંધ છે. દીવાલ પાછળ બહેનો દીકરીઓ જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે. આ દીવાલ તોડવામાં આવી છે. જેથી મહિલા શૌચાલયને સમારકામ કરી પાણીની સુવિધા કરવામાં આવે તેમજ જ્યાં સુધી શૌચાલય રીપેર ન થાય ત્યાં સુધી દીવાલ બનાવી દેવામાં આવે તેવી માંગ કરી છે.

જાહેરમાં શૌચક્રિયા કરતા ક્ષોભ અનુભવીએ છીએ - મહિલાઓ
આ વિસ્તારમાં 50 ઘરોના સભ્યો જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે. પુરુષો તો જાહેરમાં બંદર સુધીમાં શૌચક્રયા કરી લેતા હોય પરંતુ આ વિસ્તારમાં બહેનો દીકરીઓ દીવાલ પાછળ શૌચક્રિયા કરે છે જેથી બહેનો દીકરીઓ ક્ષોભ અનુભવે છે.અહીં રોડ પરથી અનેક લોકો, વાહન ચાલકો પસાર થાય છે. ઝાડા જેવી બીમારી વખતે પણ ખુલ્લામાં અવાર નવાર જવું પડે છે. - સ્થાનિક મહિલાઓ

અન્ય સમાચારો પણ છે...