પોરબંદર જીલ્લામાં વિલાયતી દારૂની હેરફેર બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ થઇ રહી છે. પોરબંદરમાં પોલીસ દ્વારા આવા બુટલેટરોને પકડવામાં આવતા હોવા છતાં વિલાયતી દારૂના કિસ્સા બંધ થવાનું નામ લેતા નથી. પોરબંદર શહેરમાં ગઈકાલે પોલીસે 4 અલગ અલગ જગ્યાએથી વિલાયતી દારૂની 27 બોટલો સાથે 5 શખ્સોને ઝડપી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરમાં શીતલા ચોક વિસ્તારમાંથી ગઇકાલે રાત્રીના સમયે પોલીસે 1 મોટર સાયકલની શંકાના આધારે તલાશી લેતા મહારાજ બાગમાં રહેતો પાર્થ જગદીશભાઇ ગોસાઇ તથા એક સગીર વયનો કિશોર રંગેહાથ વિલાયતી દારૂની 3 બોટલો કિંમત રૂ. 1125 સાથે ઝડપાઇ ગયા હતા. આ બંનેની પૂછતાછ કરતા આ બોટલો તેમણે ગોવિંદ લાખમણ કોડીયાતર નામના શખ્સ પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે આ શખ્સતે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જયારે કે વિરભનુની ખાંભી પાસેથી બોખીરા કે. કે. નગરમાં રહેતા સુરેશ પાંચાભાઇ સોલંકી નામના શખ્સને વિલાયતી દારૂની 12 બોટલો કિંમત રૂ. 2100 સાથે ઝડપી લીધો હતો. જયારે કે વિરભનુની ખાંભી પાસેથી જૂરીબાગ તરફ જતા રસ્તા પરથી પોલીસે રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતીધામ સોસાયટીમાં રહેતા મનન દિનેશભાઇ ભુતીયાને વિલાયતી દારૂની 9 બોટલો કિંમત રૂ. 900 સાથે ઝડપી લીધો હતો. જયારે કે વનાણા જી.આઇ.ડી.સી.ના ગેઇટ પાસેથી ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા પાર્થ દાનાભાઇ વેગડા નામના શખ્સને વિલાયતી દારૂની 3 બોટલો કિંમત રૂ. 1050 સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.