જિલ્લામાં 24 કલાકમાં 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 41 કેસ એક્ટિવ છે. 24 કલાકમાં 990 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં બોખીરા વિસ્તાર માંથી 28 વર્ષીય યુવાન, વોરાવાડ માંથી 61 વર્ષીય વૃદ્ધ, આદિત્યાણા ગામની 19 વર્ષીય યુવતી, માધવપુર માંથી 35 વર્ષીય મહિલા અને મોઢવાડા ગામ માંથી 45 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4162એ પહોંચ્યો છે. 6 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3982એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 41 કેસ એક્ટિવ છે જેમાંથી 21 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 20દર્દી હોમ આઇસોલેટ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.