કાર્યવાહી:પોરબંદરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 5 ફરિયાદો નોંધાઈ

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની 30 ફરિયાદોનો નિકાલ કરાયો હતો

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બંને બેઠકો પર ચૂંટણી પ્રચારમાં થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં લાગેલી આચાર સંહિતા બાબતે ચૂંટણી પંચ સમક્ષ અત્યાર સુધીમાં 30 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી અને આ તમામ ફરિયાદોનો એમ.સી.સી. નોડલ અધિકારી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો ત્યાં ગઈકાલે વધુ આચારસંહિતાની 5 ફરિયાદ નોંધાણી હતી.પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠકોમાં ચૂંટણીના પ્રચારમાં લાદવામાં આવેલી આચાર સંહિતા અંગે અત્યાર સુધીમાં 30 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદો કરવામાં આવી હતી.

ચુંટણીપંચ સમક્ષ કરાયેલી આ ફરિયાદોના નિરાકરણ અંગે પોરબંદરના જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક અને આચારસંહિતા અમલીકરણ અધિકારી રેખાબા સરવૈયા દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગત શનિવાર સુધીમાં આ તમામ 30 ફરિયાદોનું નિરાકરણ લાવી અને નિકાલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોમવારે આચારસંહિતા અંગેની વધુ 5 ફરિયાદો એમ.સી.સી. નોડલ અધિકારી સમક્ષ આવતા તેમણે આ ફરિયાદોનું નિરાકરણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...