ક્રાઇમ:જિલ્લામાંથી 24 કલાકમાં દેશી દારૂના 5 કેસ નોંધાયા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વિદેશી દારૂની 5 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 5 કેસ નોંધાયા છે.જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાંથી 2 શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને જિલ્લામાંથી પોલીસે 3 જગ્યાએથી 25 લીટર દેશી દારૂ પકડી પાડયો હતો.

જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. પોરબંદર શહેરના સોની બજારમાંથી પોલીસે ગઇકાલે રાત્રીના સમયે ચંન્દ્રેશ હેમેન્દ્રકુમાર પારેખ નામના શખ્સને ઇંગ્લીશ દારૂની 5 બોટલો કિંમત રૂ. 1500 સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની પછપરછ કરતા તેણે આ દારૂ ખારવાવાડમાં રહેતા સન્ની મનસુખ ગોહેલ પાસેથી લીધો હોવાનું કબુલતા પોલીસે સન્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...