કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં દેશી દારૂના 5 કેસ નોંધાયા, ગુજરાતભરમાં દારૂબંધી માત્ર નામની

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 5 કેસ નોંધાયા છે. જેમાંથી 2 શખ્સો નશો કરેલી હાલતમાં પકડાઇ ગયા હતા. જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે.

જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. પોલીસે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી 41 લીટર દેશી દારૂ અને જિલ્લામાંથી 2 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...