કાર્યવાહી:પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 5 કેસ નોંધાયા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 5 કેસ નોંધાયા છે, 40 લીટર દેશી દારૂ મળી આવ્યો છે તેમજ રાણાવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પણ મળી આવી હતી. જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી 1 શખ્સ નશો કરેલી હાલતમાં જડી આવ્યો છે તેમજ 4 સ્થળેએથી 40 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને રાણાવાવની જાંબુવંતી ગુફા પાસેથી પોલીસને દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા દારૂ બનાવવાનો તમામ સામાન કબ્જે કરાયો હતો. જીલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...