તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દરમ્યાન એકપણ કોરોના પોઝીટીવ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રએ અને પોરબંદરવાસીઓએ મહદઅંશે રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે કુલ ૪૮૦ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એકપણ કોરોના પોઝીટીવ ન આવતા પોરબંદરમાં મહદઅંશે રાહતની લાગણી પ્રસરી હતી. જોકે અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ ૮૭૨ નોંધાઇ ચૂક્યા છે અને સમગ્ર જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મરણ જનાર દર્દીઓની કુલ સંખ્યા ૮૭ નોંધાઇ છે. આમછતાં કોરોના મહામારી પ્રત્યે દરેક પોરબંદરવાસીઓએ સમજદારી અને સાવચેતી રાખવી એ જ પોતાના હીતમાં છે. સોરઠમાં શુક્રવારે વધુ 36 ને કોરોના પોઝિટીવ આવ્યો છે જ્યારે 27 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં 28 ને કોરોના આવ્યો છે. 18 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ થયા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.