શિક્ષણ:RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 468 બાળકોએ એડમિશન લીધું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વિકમાં બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા

પોરબંદરજિલ્લામાં RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 507ની યાદી સામે 468 બાળકોએ એડમિશન લીધું છે. જિલ્લામાં RTE અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશ આપવામાં આવે છે. જે માટે ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં 110 ખાનગી શાળા ખાતે RTE અંતર્ગત 534 જગ્યા સામે કુલ 2318 ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી કાર્ય પૂર્ણ થતાં 1603 ફોર્મ એપૃવડ થયા છે. 370 ફોર્મ ડુપ્લીકેટ થયા હતા. 345 ફોર્મ રિજેક્ટ થયા છે.

ગત તા. 26ના રોજ RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો હતો જેમાં પોરબંદર જિલ્લામાં 507 બાળકોને પ્રવેશ માટેની યાદી બહાર પડી હતી. પ્રથમ રાઉન્ડમાં જે બાળકોની યાદી બહાર પડી છે તેના વાલીઓએ તા. 5/5 સુધીમાં જે તે શાળા પસંદ કરી હોય તે શાળા ખાતે એડમિશન લઈ લેવા જણાવાયું હતું.

જેમાં પ્રથમ રાઉન્ડમાં 507 બાળકોની યાદી સામે 468 બાળકોએ ખાનગી શાળા ખાતે એડમિશન મેળવી લીધું છે. જિલ્લામાં 110 ખાનગી શાળામા RTE અંતર્ગત 534 જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં 468 બાળકોએ એડમિશન મેળવી લીધું છે. આગામી વિકમાં RTE અંતર્ગત બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા રહેલી હોવાનું પ્રાથમિક શિક્ષણ કચેરીએથી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...