વિફનસભામાં વિપક્ષના એક પ્રશ્નના ઉતરમાં સરકારે જણાવ્યું કે હાલ પોરબંદરમા પોરબંદરમાં 4469 શિક્ષિત બેરોજગાર અને 175 અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. અને છેલ્લા 2 વર્ષમાં પોરબંદરમાં 4051 બેરોજગાર ને રોજગારી આપી હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે.
વિધાનસભામા સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી છે. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ના હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
સરકાર જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા છે. જેમાં શિક્ષિત બેરોજગાર કુલ 9866 છે અને અર્ધ શિક્ષિત 457 બેરોજગાર જોવા મળ્યા છે.જ્યારે પોરબંદરમાં કુલ 4644 બેરોજગાર નોંધાયા છે. જેમાં શિક્ષિત 4469 બેરોજગાર અને અર્ધ શિક્ષિત કુલ 175 બેરોજગાર જોવા મળ્યા છે.
જો કે છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 10323 માંથી 4573 લોકોને રોજગારી આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 4644 માંથી 4053 બેરોજગાર ને રોજગારી આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિયમ કચેરી હેઠળ ખાનગી રોજગારી મળી છે જેની અદર જૂનાગઢ માં 4573 અને પોરબંદર માં 4051 બેરોજગાર ને રોજગારી આપી છે.
સરકારે હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા
આ સવાલના જવાબમાં સરકારે એમ પણ જણાવ્યું હતું કે, હાથશાળ અને હસ્તકલા માટે ઇન્ડેક્સ સી કચેરી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય બહાર સરકારે હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા છે. રાજય બહાર 2021માં યોજાયેલા 9 મેળામાં 737 હસ્તકલાકારોએ મેળામાં ભાગ લીધો છે.2022 યોજાયેલા 6 મેળામાં 494 હસ્તકલાકારોએ રાજય બહાર મેળામાં ભાગ લીધો છે. રાજય બહાર યોજાયેલા મેળામાં 1061.26 લાખનું વેચાણ હસ્તકારીગરો દ્વારા તૈયાર કરેલી સામગ્રીનું વેચાણ થયું છે.
પોરબંદરમાં 11 માંથી 9 ઉદ્યોગો બંધ થયા
વિધાનસભામાં ઉઠેલા આ રોજગારી અને બેરોજગારીના પ્રશ્નમાં પોરબંદરના ધારાસભ્યએ પણ પોતાનો સુર પૂરાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદરમાં 11 મોટા ઉદ્યોગોમાંથી 9 મોટા ઉદ્યોગો બંધ થઇ ગયા છે. જેના કારણે સ્થાનિક બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે. બેરોજગારીના આંકડા ઓછા આવ્યા છે પરંતુ તે બહુ મોટી સંખ્યામાં છે. તેનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા પોરબંદરમાં નવા ઉદ્યોગો આવે તે માટે ઉદ્યોગ પ્રોત્સાહન માટેની એક ખાસ નીતિ બનાવવી જરૂરી બની ગઇ છે.
રાજ્યમાં 2.83 લાખ લોકો બેરોજગાર
ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના આંકડા સામે આવ્યાં છે. વિધાનસભામાં સરકારે બેરોજગારોના આંકડાની વિગતો જાહેર કરી છે. ગુજરાતમાં સરકારી ચોપડે કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગરો નોંધાયેલા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.