તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરમાં કોરોનાના 44 કેસ પોઝિટીવ, 31 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા સમાચાર : પોરબંદરમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુ આંકમાં ગત અઠવાડિયાની સરખામણીએ 50 ટકાનો ઘટાડો નોંધાયો
  • બન્ને કોવિડ અને ખાનગી હોસ્પિટલ અને કોવિડ સેન્ટર ખાતે 515 દર્દી દાખલ

પોરબંદરમાં સારા સમાચાર એ છે કે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓ મૃત્યુ આંકમાં ગત અઠવાડિયાની સરખામણીએ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. બન્ને કોવિડ અને ખાનગી હોસ્પિટલ અને કોવિડ સેન્ટર ખાતે 515 દર્દી દાખલ છે. પોરબંદરમાં 24 કલાકમાં 44 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 31 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઉપરાંત જે દર્દીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે પરંતુ સીટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આવા દર્દીઓના દાખલ થવાની સંખ્યા પણ વધુ છે. અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુની સંખ્યા કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુની સંખ્યા કરતા વધુ જોવા મળી છે. તા. 28/ 4 થી 5/5 તારીખ એમ 8 દિવસમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા બંને કોવિડ ખાતે દાખલ દર્દીઓના મોતની સંખ્યા 75 હતી. જ્યારે છેલ્લા 1 અઠવાડિયામાં એટલેકે તા. 6/5 થી તા. 13/5 સુધીમાં બન્ને કોવિડ ખાતે દાખલ લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 36 દર્દીઓના મોત થયા છે. આમ ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીના મોતની સંખ્યામાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

હાલ સિવિલ કોવિડ, નર્સિંગ કોવિડ ખાતે 268 દર્દી, 8 ખાનગી હોસ્પિટલ ખાતે 151 દર્દી અને કોવિડ કેર સેન્ટર ખાતે 97 દર્દી એમ કુલ 515 દર્દી દાખલ છે. મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર છે. પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 534 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 44 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે.

પોરબંદરના છાયા માંથી 5 દર્દી, ખોડિયાર સોસાયટી માંથી 4 દર્દી ઉપરાંત જુરીબાગ, બિરલા કોલોની, કડીયાપ્લોટ, વાડિપ્લોટ, ખાપટ, રાવલીયા પ્લોટ, વાધેશ્વરી પ્લોટ, લક્ષ્મી નગર સહિતના વિસ્તારો માંથી તેમજ રાણાવાવ, કાંસાબડ, બળેજ, ઓળદર, મોકર, અમરદળ, કડેગી, રિણાવાડા ગામ માંથી 19 થી 68 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1911એ પહોંચ્યો છે. જ્યારે 31 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1683એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 214 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 144273 કુલ ટેસ્ટ થયા છે.

સિવીલ, નર્સિંગ કોવિડ હોસ્પિટલની સ્થિતી

  • પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 57 દર્દી દાખલ છે જેમાં 6 પોઝિટિવ અને 48 નેગેટિવ દર્દી છે. 17 દર્દી બાયપેપ પર છે. 3 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે સેમી આઇસોમાં 115 દર્દી દાખલ છે.​​​​​​​
  • પોરબંદરની નર્સિંગ કોવિડ હોસ્પિટલના પહેલા માળે 30 દર્દી, બીજા માળે 29 દર્દી અને ત્રીજા માળે 36 દર્દી દાખલ છે.

છાયા- નવાપરા શહેરી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર બન્યા કોરોના વોરિયર્સ
​​​​​​​પોરબંદરની છાયા- નવાપરા વિસ્તારમાં આવેલ શહેરી આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મીતલબેન ચોટલીયા કોરોના સંક્રમિત થતા સારવાર મેળવી હોમ આઇસોલેશન થયા હતા. તેઓ સંપુર્ણ સ્વસ્થ થતા ફરી પાછા ફરજ પર હાજર થઇને દર્દીઓની સારવારમાં જોડાય ગયા છે.

અન્ય સમાચારો પણ છે...