પોરબંદર જિલ્લામાં વિલાયતી દારૂની રેલમછેલ હોય તેમ જિલ્લામાંથી છાશવારે વિલાયતી દારૂ ઝડપાતો રહે છે છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરફેરના કિસ્સા ઝડપાતા રહે છે. પોરબંદર જિલ્લામાંથી 4 અલગ અલગ જગ્યાએથી પોલીસે વિલાયતી દારૂની 43 બોટલો સહિત કુલ રૂ. 13406 નો મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાંથી સાગર ભુવનની સામેથી ગઇકાલે રાત્રીના સમયે અવિનાશ ઉર્ફે લાલો ઘાંચી જયસુખભાઇ ગોસીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિલાયતી દારૂની 11 બોટલો કિંમત રૂ. 3300 ની ઝડપી લીધી હતી. આ અંગે અવિનાશ ગોસીયા નામના શખ્સને પુછપરછ કરતા પીયુસ ઉર્ફે અઘરી નામના શખ્સ પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે આ શખ્સને શોધખોળ હાથ ધરી છે. જયારે કે બોખીરા વાછરાડાડાના મંદિર પાછળ જાહેર રોડ પરથી હિતેન્દ્ર ધનજી ઉર્ફે છોટાભગત ગોહેલ નામના શખ્સ પાસેથી વિલાયતી દારૂની 2 બોટલ કિંમત રૂ. 600 ની ઝડપી લીધી હતી. હિતેન્દ્ર ગોહેલે આ બોટલો નિકુંજ ઉર્ફે તાલકી પાસેથી લીધી હોવાથી પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. જયારે કે રાણાવાવના રબારી કેડા વિસ્તારમાં આવેલા ભીમા દાનાભાઇ કોડીયાતર નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડતા પોલીસને ત્યાંથી બીયરની બોટલો નં. 3 કિંમત રૂ. 156 મળી આવી હતી. પોલીસને આ દરોડામાં ભીમા કોડીયાતર હાજર નહી મળતા પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. જયારે કે કુતિયાણાના માંજાપરા વિસ્તારમાં 66 કેવી પાછળના રોડ પરથી પોલીસે અજય માધાભાઇ ડોડીયા નામના શખ્સને વિલાયતી દારૂની 27 બોટલો કિંમત રૂ. 9350 સાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.